________________
૪૩૫
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ ૪૦. આ પદચંદ્રસૂરિ-સંભવ છે કે તેમના સમયે સંવે ૧૨૦૪ માં “મધુકર” અને “ખરતર એમ બે ગ૭ જુદા પડ્યા હોય.
૪૧. આ વિજયસિંહસૂરિ–તેમનાં બીજાં નામે આ૦ વિજયચંદ્ર અને આ. વિજયેન્દુ પણ મળે છે.
૪૨. આ અભયદેવસૂરિ–તેમણે કાશીની રાજસભામાં મોટા વાદીને હરાવ્યું, તેથી કાશીરાજે તેમને “વાદિસિંહ'નું બિરુદ આપ્યું હતું. તેમણે સં. ૧૨૭૮ માં શ્રી અંકિત “જયંતવિજય મહાકાવ્ય” બનાવ્યું છે. તેમનાથી મધુકરગચ્છનું રુદ્રપલીયગચ્છ એવું બીજુ નામ પડયું.
રુદ્રપલ્લીય આ સિઘતિલકસૂરિ લખે છે કે – पट्टे तदीयेऽभयदेवसूरिरासीद् द्वितीयोऽपि गुणाद्वितीयः । जातो यतोऽयं जयतीह रुद्रपल्लीयगच्छः सुतरामतुच्छः ॥ १
(-સભ્યત્વસતિવૃત્તિ-પ્રશસ્તિ) આ દેવેન્દ્રસૂરિ સ્પષ્ટ જણાવે છે કે – यस्मादासीदसीमप्रशममुखगुणैरद्वितीयो वरेण्यः
षटतर्कग्रन्थवेत्ताऽभयपदपुरतो देवनामा मुनीन्द्रः । यस्मात् प्रालेयशैलादिव भुवनजनवातपावित्र्यहेतुजेजे गङ्गप्रवाहः स्फुटदुरुकमलो रुद्रपल्लीयगच्छः॥
(-પ્રશ્નોત્તરરત્નમાલિકા-વૃત્તિ) ૧. ખરતરગચ્છની સં. ૧૫૮૨ની “પદ્ય-પટ્ટાવલીમાં સં૦ ૧૧૬૯ માં અને ગદ્ય-પટ્ટાવલીઓમાં સં. ૧૨૦૪–૧૨૦પમાં આ૦ જિનશેખરથી રુદ્રપલીયગચ્છની ઉત્પત્તિ બતાવી છે. પરંતુ રુદ્રપલીયાને આયાર્યના ઉત્ત ઉલેખથી પટ્ટાવલીઓનું કથન નિરાધાર બની જાય છે. એટલે સં ૧૧૬૯માં મધુકર, સં. ૧૨૦૪ માં ખરતર અને તે પછી રુદ્રપલ્લીયરછ ઉત્પન્ન થયે એ યુક્તિસંગત લાગે છે. એ પણ પ્રતીતિકર વાત છે કે રુદ્રપલ્લીયગચ્છના આચાર્યો પિતાના નામ સાથે પૂર્વમાં “જિન” શબ્દ જોડતા નથી. બધાં કારણોથી રુદ્રપલીયગછ તેમજ ખરતરગચ્છ બંને જુદા જુદા ગો છે. એ બંનેની સામાચારી ભિન્ન ભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org