________________
૪૧૧
આડત્રીશમ્ |
આ સર્વ દેવસૂરિ (૨) અંતરીક્ષ પાર્શ્વનાથ, જેને પરિચય ઉપર આવી ગયું છે.
(૩) મુકતાગિરિ એ શામળિયા પાર્શ્વનાથનું પ્રાચીન વેતાંબર જૈન તીર્થ છે. એનું પ્રાચીન નામ ગજપદ કે મેઢગિરિ હતું
(જૂઓ પ્રક. ૧, પૃ. ૬૦) * પ૦ શલવિજયજી પાંચ તીર્થોમાં મુકતાગિરિને પણ ગણાવે છે. અહીંને વહીવટ વેતાંબર જૈનોના હાથમાં હતા. સં. ૧૯૩૮ સુધીમાં શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ શ્વેતાંબર જૈન ઓશવાલ અહીંને વહીવટ કરતા હતા. પછી તેમણે આસપાસમાં દિગંબર જૈને વધુ હોવાથી દિગંબર જૈન ભાઈઓ પણ તીર્થભક્તિને લાભ લે એવી સદ્ભાવનાથી અને ભાઈચારના હેતુથી એને વહીવટ દિગંભર ભાઈ એને સૅ અને દિગંબર તીર્થરક્ષક કમિટીની એકતરફી વલણના કારણે તેમણે આ તીર્થને પૂર્ણ રીતે દિગંબર તીર્થ બનાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા છે.
(૪) ભેજતીર્થ –કેહાપુર અને સાંગલીની વચ્ચે એક નાનકડી પહાડી પર જગવલ્લભ પાર્શ્વનાથનું ત્રણ માળનું ઊંચું અને ભવ્ય દેરાસર છે. નીચેથી ઉપર ૧. ભ૦ અજિતનાથ, ૨ ભ૦ જગવલ્લભ પાર્શ્વનાથ, ૩ ભ૦ ચંદ્રપ્રભસ્વામી મૂળનાયક છે. ચેકમાં ચાર દેરીઓ છે. બે દેરીઓમાં જિન પ્રતિમા, ત્રીજી દેરીમાં પદ્માવતી દેવી અને ચોથી દેરીમાં માણિભદ્ર વીરની મૂર્તિઓ છે.
પહાડ નીચે ધર્મશાળા છે. પહાડથી ગામ દૂર છે. અહીં તપાગચ્છના ભટ્ટારક શ્રીપૂજ વિજયાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૭૯૧ માં જીર્ણોદ્ધાર થયે હતો.
નાશિક–આ વેતાંબર જેનું પ્રાચીન તીર્થ છે. અહીં પલ્લી. વાલ સાહ ઈસરને પુત્ર માણિક્ય, તેની પત્ની નાઉદેવી, તેના પુત્ર સાહ કુમારસિંહે ભ૦ ચંદ્રપ્રભ જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેણે પાયાથી શિખર સુધી ન જિનપ્રાસાદ બંધાવ્યો હતો.
- સાધુ પેથડ કુમારે નાશિકમાં ભ૦ ચંદ્રપ્રભ જિનેશ્વરનું, દેવગિરિમાં ભ૦ મહાવીરસ્વામીનું, સેતુબંધમાં ભ૦ નેમિનાથનું જિનાલય વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org