________________
४२७
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ ૧૦. રાજગચ્છના આ સિદ્ધસેન, આ ધર્મષના પટ્ટધરે.
(પ્રક. ૩૫, પૃ૦ ૨૯, ૩૬) ૧૧. પાયચંદગચ્છના ભટ્ટારક, સ્વર્ગવાસ સં. ૧૭૫૦. (પ્ર૪૧) આ દેવપ્રભસૂરિ–
તેઓ આ. વિજયચંદ્રસૂરિના શિષ્ય આ૦ યશભદ્રના શિષ્ય હતા. આ મુનિચંદ્ર હસ્તક તેઓ આચાર્ય પદ પામ્યા હતા.
આ સમયમાં એક ધર્કટગોત્રીય જાવડ નામે શેઠ હતા. તેમને ત્રણ પત્નીઓ હતી. બીજી પત્ની સર્વદેવીથી તેને ૧. દેવનાગ અને ૨. ઉજિજલ નામે બે પુત્રે થયા. આ આખુંયે કુટુંબ સત્યનું અનુરાગી અને વિધિનું પક્ષપાતી હતું. ઉજિજલે આ૦ જિનવલ્લભસૂરિ (સ્વ સં૦ ૧૧૬૭). પાસે સમ્યકત્વધર્મ સ્વીકાર્યો. તે સાધુભક્ત, સત્યવાદી, આગમતા, બોધવાળો, દાની અને જિતેંદ્રભક્ત હતા. તેણે ભ૦ નેમિનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું. તેને ઉત્તમચારિત્રપાત્ર, ગીતાર્થ ચૂડામણિ, વિદ્યાના ભંડાર, પુણ્યપ્રભાવક આ૦ મુનિચંદ્રસૂરિ પાસે દીક્ષા લેવાની ભાવના હતી પણ તે એકાએક સ્વર્ગવાસી થયે. તેને લક્ષમી નામે પત્ની હતી. તેનાથી તેને છ પુત્રે થયા. ત્રીજા પુત્ર રામદેવને મહેંદ્ર નામે પુત્ર હતો. મહેંદ્રની પત્ની રાજ્યશ્રીએ આ દેવચંદ્રસૂરિએ રચેલું “શાંતિનાથચરિત્ર લખાવી આ દેવપ્રભસૂરિને વહરાવ્યું હતું. (જૂએ, જેના પુસ્તક પ્રશસ્તિસંપ્રહ, પ્રશસ્તિ ૫૧) ૩૭. આ જિનેશ્વરસૂરિ– તે વડગચ્છની સુવિહિત પરંપરાના આચાર્ય હતા. સં. ૧૦૮૦.
(જૂઓ, પ્રક. ૩૬, પૃ૦ ૨૧૧) ૩૮. આ જિનવલ્લભસૂરિ–
વિકમની બારમી શતાબ્દીમાં જેન સંઘમાં ચૈત્યવાસીઓની પ્રધાનતા હતી. તેઓ વિદ્વાન શક્તિસંપન્ન અને જૈન ધર્મના રાગી હતા. ધર્મની રક્ષા તથા તેના ઉત્થાનમાં તત્પર રહેતા હતા પણ તેઓ આચારથી શિથિલ રહેતા. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ચૈત્યવાસીઓને ચૈત્યવાસી, મૃદુપક્ષીય, કૌમલ્ય, કંવલા વગેરે નામેથી પરિચય મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org