________________
૪૨૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિષયને ધારી શક્યો નહીં. આથી આચાર્યશ્રીને ભારે ખેદ ઊપયે. આ જોઈ-જાણું ૫૦ મુનિચંદ્ર આચાર્યશ્રીની આજ્ઞા મેળવી દશ દિવસ સુધી આપેલે પાઠ કમબદ્ધ કહી સંભળાવ્યો. એ સાંભળી આચાર્યશ્રીએ હર્ષાવેશમાં ઊભા થઈને મુનિશ્રી મુનિચંદ્રને આલિંગન કર્યું અને કહ્યું: “ખરેખર તું તે ધૂળમાં ઢંકાયેલું બહુમૂલું રત્ન છે. તું મારી પાસે રહીને ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરી લે.” આચાર્યશ્રી જાણતા હતા કે, પાટણમાં સંવેગી મુનિઓને ઊતરવા માટે યોગ્ય સ્થાન નથી તેથી તેમણે ટંકશાળની પાછળ આવેલા શેઠ દેહડિના ઘરમાં ઊતરવાની વ્યવસ્થા કરાવી અને તેમણે યે દર્શને અભ્યાસ આ૦ શાંતિસૂરિ પાસે કર્યો. મુનિશ્રીએ પરિશ્રમ વિના યે દર્શનેને અવધારણ કરી લીધાં. બસ, એ સમયથી સંવેગી સાધુએને સુલભતાથી વસતિ મળવા લાગી. (જૂઓ, પ્રક. ૩૭, પૃ. ર૭૦)
તેમણે સાંભરમાં રાજા અર્ણોરાજની સભામાં શૈવ વાદીને હરાવ્યો હતો અને દિગંબર વાદી ગુણચંદ્રની સાથે રાજગચ્છના આ૦ ધર્મઘોષસૂરિના થયેલા વાદમાં આ ધર્મઘોષસૂરિને મદદ કરી હતી અને ગુણચંદ્રને હરાવ્યા હતા.
આ૦ મુનિચંદ્ર શાંત, ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગષક તેમજ શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા.
આઠ નેમિચંદ્ર અને આ૦ મુનિચંદ્ર એ બંનેની વય, દીક્ષા પર્યાય તથા પદસ્થપર્યાયમાં નજીવું આંતરું હોય એમ જણાય છે. ઉપાટ આમ્રદેવ એકના દીક્ષાગુરુ તે બીજાના દીક્ષાદાયક હશે. બંનેમાં ૧. આ૦ મુનિચંદ્રસૂરિ નવકલ્પવિહારી હતા. (-પર્યુષણાવિચાર)
આ૦ મુનિચંદ્રસૂરિ સાધુ નિમિત્તે બનાવેલી વસતિમાં રહેતા નહોતા. પણ દરેક વેળા પાટણમાં જુદા જુદા પાડામાં જુદી જુદી જગાએ રડતા હતા, (પદઃ ૧૦૫ મું) તેઓ વડગના હતા. તેઓ પોતાને ચિત્યવાસીઓમાંથી નીકળેલા નહીં પરંતુ પહેલેથી જ વસતિવાસી માનતા હતા. કેમકે દેરાસર, પ્રતિમા, પિવાળ અને જૈન વંશે તે ચિત્યવાસી પરંપરાનાં હતાં.
–આ. મહેંદ્રસૂરિની સં. ૧૨૯૪ની શતપદી, પદઃ ૧૦૫, તથા ૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org