________________
આડત્રીસમું ]
આ સર્વ દેવસૂરિ દાબી રાખવાથી જોડાઈ ગયા હતા પણ તેના સાંધા સ્પષ્ટ દેખાતા હતા, તેથી આ પ્રતિમા નવખંડા પાશ્વનાથ નામે ઓળખવા લાગી. આજે પણ ઘોઘાનું તીર્થ નવખંડા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. એ અને એની મૂર્તિઓને અનુલક્ષીને પ્રાચીન જૈનાચાર્યોએ એ નામનાં તે પણ રચ્યાં છે.'
એ પછીના સમયમાં ઘેઘાબંદરના રહેવાસી શેઠ સાંડા શ્રીમાલીના પુત્ર સં૦ સરવણે તપાગચ્છીય આ૦ દેવસુંદરસૂરિ (સં૦ ૧૪૨૦ થી ૧૪૬૬) ના પરિવારના મુનિવરેના ઉપદેશથી અહીં નવાં જિનાલય બંધાવ્યાં અને શત્રુંજય તથા ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રા સંઘ કાક્યા. તેણે પાલીતાણામાં લલિતા સરોવરનું સમારકામ કરાવ્યું હતું. - શેઠ સાંડા શ્રીમાલીના બીજા પુત્ર ધોધે દુકાળમાં દાનશાલાઓ ખુલ્લી મૂકી જનતાને માટે ઉપકાર કર્યો હતો. પાલીતાણામાં મંત્રી તેજપાલે બંધાવેલા ભ૦ પાર્શ્વનાથના જિનાલયનો જીર્ણોદ્ધાર તેણે કરાવ્યું હતું. બીજા પણ ઘણું ધર્મસ્થાન બંધાવ્યાં હતાં. સં. સરવણના પુત્રે “નાયાધમ્મકહા” સટીકની પ્રતિ લખાવી હતી.
(જેન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર૫૭) ઘોઘાના મંત્રી તેજા શ્રીમાલીને પુત્ર મેઘ મંત્રી હતા. તેને ધર્મિણી પત્ની અને કડુઓ, ધાગે નામે પુત્રો હતા ધર્મિણી વગેરેએ સંઇ ૧૪૯૧ ભાવ વદિ ૧ આ૦ સોમસુંદરસૂરિના ઉપદેશથી “ચંદપન્નત્તિવૃત્તિ ગ્રં ૫૦ તાડપત્રી ઉપર લખાવી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ પૃ. ~).
ઘોઘાનિવાસી શા સમજી આ. વિજયદેવસૂરિને શ્રાવક હતું. તે મરીને દેવ થયે. પછી તેના કુટુંબીઓ વિધમી બની ગયા. સમજી દેવે એ વાત જાણીને સૌને ઉપદેશ આપે તેમજ ચમત્કાર બતાવ્યું. તે પછી તે બધા આ વિજયદેવસૂરિના ભક્ત બન્યા. ૨
. (તપાગણગુણપદ્ધતિ) તપાગચ્છના મહોપાધ્યાય કલ્પાયવિજય ગણિની પરંપરાના ઉપાય કુંઅરવિન્ચે સં. ૧૭૨૦ માં ઘોઘામાં ચતુર્માસ કર્યું હતું અને તીર્થપટ્ટની સ્થાપના કરી હતી. (જૈનસત્યપ્રકાશ, પ્રક. ૫૯, ક્રમાંક : ૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org