________________
આડત્રીસમું ]
આ સર્વ દેવરિટ
પધરાવો અને તમે આગળ ચાલજે. રથ આપોઆપ તમારી માછલી આવશે, પણ યાદ રાખજો કે, તમારે પાછા વળીને જેવું નહીં અને પાછળ રથ આવે છે કે નહીં તેની શંકા પણ કરવી નહીં. જ્યારે તમને શંકા થશે ત્યારે તે સ્થળે પ્રતિમાજી સ્થિર થઈ જશે.” 5
રાણીએ સવારે સ્વપ્નની બધી વાત જણાવી. રાજાએ સ્વપ્ન અનુસાર બધી વ્યવસ્થા ગોઠવી અને તે એલિચપુર તરફ ચાલ્ય. પરંતુ વડ નીચે જતાં જતાં રાજાને શંકા થઈ કે રથ આવે છે કે નહીં ? રાજાએ પાછળ વળીને જોયું એટલે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ ગઈ અને રથ નીચેથી નીકળી ગયો. પ્રતિમાજી ત્યાં એટલાં અધર હતાં કે નીચેથી પનિહારી હેલ લઈને નીકળી જાય. પછી કાળના પ્રભાવે તે ધીમે ધીમે નીચે આવતી ગઈ. આજે તે એટલી અધર છે કે, તેની પાછળ રાખેલા દીવાને પ્રકાશ આગળ સુધી આર. પાર નીકળી આવે આથી એ અધર હેવાને કારણે અંતરીક્ષ પાર્શ્વ નાથ” નામથી ખ્યાતિ પામી. - રાજા શ્રીપાલે ત્યાં શ્રીપુર નગર વસાવ્યું અને તેમાં વિશાળ જિનાલય બંધાવ્યું, પણ તેના મનમાં ગર્વ થયે એટલે પ્રતિમાજી મંદિરમાં બેઠાં નહીં. પછી વેતાંબર જૈન સંઘે ત્યાં જ બીજું મંદિર તૈયાર કરાવ્યું અને માલધારી આ૦ અભયદેવસૂરિએ સં૦ ૧૧૪૨ ના મહા સુદિ ૫ ને રવિવારે તે મંદિરમાં ભ૦ અંતરીક્ષ પાર્શ્વનાથ ની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સમયે પ્રતિમા ચાર આંગળ અધર હતી. રાજાએ પૂજા માટે શ્રીનગર ભેટ આપ્યું. (જૂઓ પ્રક૩૮, પૃ. ૩૨) • તપાગચ્છીય આઇ વિજયદેવસૂરિના આજ્ઞાધારક મહોપાધ્યાય ભાવવિજયગણિ પૂર્વ કર્મના ઉદયથી આંખે આંધળા થઈ ગયા હતા. તેમને મનમાં વિશ્વાસ હતો કે, અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવંતની યાત્રા કરવાથી લાભ થશે એટલે તેઓ પાટણના શ્રીસંઘ સાથે અહીં યાત્રાએ પધાર્યા. તેમણે અહીં પ્રભુ સામે બેસી એકાગ્રતાથી અને ઉલ્લાસથી તેત્ર ગાયું. એ રીતે ભક્તિ કરતાં આંખનાં પડળ ઊઘડી ગયાં અને તેમને પ્રભુનાં દર્શન થયાં. તેમણે ત્યાં જ પ્રભુનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org