________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ર ા પ્રકરણ પ્રાચીન પ્રતિમાઓ હતી. તેમાંની એક મૂળનાયકની પ્રતિમા વિદ્યાસિદ્ધ નાગાર્જુન લઈ ગયો હતો તેથી શેઠે તેની જગાએ શ્રીવીર ભગવંતની પ્રતિમાને સ્થાપના કરી હતી. એ સમયે એક આચાર્યને સમુદાય એ નગરમાં યાત્રા કરવા આવ્યું. શેઠનું મંદિર અને મૂર્તિઓ જોઈ સૌને આનંદ થયો. એ સમુદાય ત્યાંથી બીજા નગરમાં ગયો. ત્યાં જિનમંદિર હતું. એટલે આચાર્યશ્રીના બે શિષ્યોએ ગુરુ મહારાજને કહ્યા વિના તેમની મંત્રપોથીમાંથી બાવન વીરેને આકર્ષણ કરવાની વિદ્યાને પ્રયોગ કર્યો. આથી બાવન વીર હાજર થયા. તે શિષ્યએ તેઓને જણાવ્યું કે, “કાંતિનગરમાંથી મૂર્તિ સમેત મંદિર લઈ આવે.” વીરે તે જિનાલય લેવા જતા હતા ત્યારે તેઓએ જણાવ્યું કે, “કુકડે બોલે તે પહેલાં અમે એ કરી લઈશું પણ કુકડે બેલ્યા પછી કામ થઈ શકશે નહીં.” વરે ત્યાંથી આકાશમાગે મંદિર લાવી રહ્યા હતા ત્યારે આચાર્યશ્રીએ જાણું લીધું કે આ કામ પેલા બે ચેલાઓનું છે. પરંતુ ભવિષ્યમાં આ નગરમાં ધર્મ પ્રવૃત્તિને નુકશાન થવાનું છે એમ ગુરુશ્રીએ જાણીને એ દેરાસર અહીં આવે તે પહેલાં જ કુકડાને અવાજ કર્યો તેથી વીરેએ એ મંદિર તે સ્થળે રસ્તામાં જંગલમાં જ ઉતાર્યું. તેમાં મૂળનાયકનું સ્થાન ખાલી હતું. |એક વાર આ ધર્મઘોષસૂરિ અહીં દર્શનાર્થે પધાર્યા. તેમણે પ્રથમ ધરણેન્દ્ર અને નાગૅદ્રને આરાધી તેમની પાસેથી ભ૦ પાર્શ્વનાથની બીજી પ્રતિમા મેળવીને અહીં મૂળનાયકની જગાએ સ્થાપના કરી. ધીમે ધીમે ત્યાં ગામ વસ્યું. મૂળનાયકની પ્રતિમા ડેલતી હતી તેથી તેનું નામ લેડણ પાર્શ્વનાથ પડ્યું. પછી આચાર્યશ્રીએ મંત્ર વડે તે પ્રતિમાને સ્થિર કરી. પ્રતિમાના કારણે તે સ્થાનનું માહાસ્ય વધ્યું અને તે સ્થળ ૪૮ કેશમાં મેટા નગર રૂપે વસી ગયું. દેરાસરની ચારે બાજુએ ગીચ વસ્તી હતી. ત્યાં જવા માટેની શેરી પણ સાંકડી બની ગઈ હતી. આથી એ સ્થાન શેરીસા અને કડી નામે વિખ્યાત થયું.
કે અહીં શ્રીવંત નામે એક ધનાઢય શ્રાવક વસતે હતે. સંઘમાં મુખ્ય આગેવાન હતા. જબ વહાણવટી હતો. ધર્મશ્રદ્ધાળુ પણ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org