________________
૪૦૦
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મોટી રકમ આપી આ મંદિરમાં એક દેરી બનાવી હતી. ધોળકાને મુખ્ય શ્રાવક પિષ દશમીના દિવસે આ પ્રતિમાજીની પહેલી પૂજા કરતા હતા. - આ પ્રતિમા સાથેની બે પ્રતિમાઓ પૈકી એક ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ચારૂપમાં અને બીજી ભ૦ અરિષ્ટનેમિની ગુજરાતના પાટણ શહેરમાં વિદ્યમાન છે અને પૂજાય છે.
સ્તંભનક પાર્શ્વનાથની પ્રતિમા પ્રથમ થાંમણુમાં વિરાજમાન હતી. પછી કઈ કારણે સમુદ્રકિનારે તમાલિની નગરમાં વિશાળ જિનાલય બંધાવીને સ્થાપન કરવામાં આવી હતી. સમય જતાં તે સ્થાન ખંભાત સાથે જોડાઈ જતાં ખંભાત-સ્તંભન પાર્શ્વનાથનું તીર્થ બન્યું. આ ઘટના સં૦ ૧૪૪૧ પહેલાં બની હતી.
(–પ્રભાવકચરિત્રપ્રબંધ: ૧૯, પ્રબંધચિંતામણિ, પરચૂરણપ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધ: ૧૭, મુનિ શ્રીનેમિવિજયકૃત
સં. ૧૮૧૧ ને સ્તંભન પાર્શ્વનાથ આદિ સ્તવનરાસ, ઢાળ - ૨૭, જૈન તીર્થોને ઈતિહાસ, જૈન પરંપરાને ઇતિહાસ, પ્રક
૧૧, પૃ. ૨૪૫, જેના પુસ્તક પ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકાઃ ૪૦) ચારૂપ મહાતીર્થ
પાટણથી ૬ કેસ દૂર ચારૂપ નામે ગામ છે, જ્યાં શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ છે. (જૂઓ, પ્રક. ૧, પૃ. ૫૬) - ખંભાતના વર્ણનમાં જોયું કે, શ્રીકાંતનગરના શેઠ ધનપતિનાં વહાણે સમુદ્રમાં થંભી ગયાં અને એ જ સ્થળે સમુદ્ર તળિયે રહેલી ત્રણ અતિપ્રાચીન પ્રતિમાઓને શેઠે બહાર કઢાવી ત્યારે જ એ વહાણે આગળ ચાલી શક્યાં. તે પૈકીની એક પ્રતિમા, જે નાગા
ન થામણામાં લઈ ગયો હતો તે સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા તરીકે પ્રસિદ્ધિ પામી. બીજી ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ચારૂપમાં આવી અને ત્રીજી શ્રી નેમિનાથ ભ૦ ની પ્રતિમા પાટણ શહેરમાં સ્થાપન કરવામાં આવી હતી. આ પ્રભાચંદ્રસૂરિ પ્રભાવક ચરિત્ર'માં લખે છે કે–
“તેષામે જ પામે તીર્થ પ્રતિષ્ઠિત !” તે ઉપર્યુક્ત બંને પ્રતિમાઓ પાટણ વસ્યા પછી પાટણ અને ચારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org