________________
૪૦૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રહેતા હતા. તેને ભાઈ જયતા ચાણસ્મા પર હતું. એ જયતા શેઠ નરેલીથી ઉચાળા ભરીને ચાણસ્મા આવીને વસ્યા. તેણે ભટેવા પાર્શ્વનાથનું મંદિર ફરી બંધાવ્યું અને સં. ૧૩૩પ (સં. ૧૩૪૫)માં અચલગચ્છીય આ૦ અજિતપ્રભસૂરિના હાથે કે આ ભુવનતુંગસૂરિના હાથે) ભટેવા પાર્શ્વનાથની પ્રતિમા કરાવી હતી.
(-અંચલગચ્છીય મેટી પટ્ટાવલી) છે , એ પછી આ મંદિર ફરીને નાશ પામ્યું અને પ્રતિમાજીને ભૂમિમાં સંતાડવામાં આવી. એક દિવસે રવચંદ નામના એક નિધન શ્રાવકને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે જણાવ્યું કે, “ભટુર ગામની પાસેના ખેતરમાં ભવ પાર્શ્વનાથની પ્રતિમા છે તે લઈ આવ.” શેઠ સ્વપ્ન મુજબ એ ખેતરમાં ગયો અને એ પ્રતિમા લઈ આવ્યું. અધિષ્ઠાયક દેવે તેને ફરીથી સ્વપ્નમાં નિધાનનું સ્થળ બતાવ્યું. શેઠે એ ધનથી ત્યાં જિનમંદિર બંધાવ્યું અને સં. ૧૫૩૫ માં તે મંદિર માં ભટેવા પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરી પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૭૩૫ માં પં. સત્યવિજય ગણિના શિષ્ય કપૂરવિજયજી અને તેમના શિષ્ય વૃદ્ધિવિજયજીની દીક્ષાવિધિ આ સ્થળે થઈ હતી.
આ મંદિરને છેલ્લે ઉદ્ધાર સં. ૧૮૭૨ માં થયો હતે.
આ મંદિરના ભોંયરામાં સં૦ ૧૨૪૭ને હારિજગચ્છને અને એક જેન ગણેશમૂતિને લેખ છે. (જૂઓ, પ્રક. ૩૨, પૃ. ૪૫૨)
ચાણસ્માના શ્રીમાલી શેઠ ભીમજીના પુત્ર હરજીનો સં૦ ૧૬૮૦ ના ચૈત્ર સુદિ ૧૧ ના રોજ જન્મ થયો હતો. તેણે સં૦ ૧૬૮૯માં ખંભાતમાં દીક્ષા લીધી અને મુનિ હર્ષસાગર નામ ધારણ કર્યું. સં. ૧૬૯૨ માં અમદાવાદમાં આ૦ રાજસાગરસૂરિની પાટે આવ્યા ને આ૦ વૃદ્ધિસાગરસૂરિ નામ રાખવામાં આવ્યું. તેમને સ્વર્ગવાસ અમદાવાદમાં સં. ૧૭૪૭ માં થયો. (જૂઓ પ્રક. ૫૮, સાગર પટ્ટાવલી)
અહીં સં૦ ૧૬૮૨ માં વિજયગચ્છ અને સાગરગચ્છના સમાધાન માટે મુનિસમેલન ભરાયું હતું, પણ તે નિષ્ફળ નીવડયું હતું. - ચાણસ્માથી શંખેશ્વર જતાં વચ્ચે કોઈ તીર્થ તથા હારિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org