________________
: ૩૯૮
માગે
છે (સ
એકાએક જ પ્રતિમા ઉપર
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સ્થાપન કરી ત્યારે તે પ્રતિમાઓને દ્વારિકામાં સ્થાપન કરીને પૂજા કરી હતી. ઋષિ દ્વીપાયને મૂળ દ્વારિકાને બાળી નાખી નષ્ટ કરી મૂકી ત્યારે યાદવએ એ પ્રતિમાઓને સમુદ્રમાં પધરાવી હતી. પછી કેટલાયે વર્ષો સુધી એ પ્રતિમાઓ સમુદ્રમાં રહી. ' ,
એક વાર શ્રીકાંત નગરને જેન ધનપતિ (સાગરદત્ત) વેપાર અર્થે વહાણોને લઈને સમુદ્રમાર્ગે જઈ રહ્યો હતો અને તેનાં વહાણે એ પ્રતિમા ઉપર થઈને જવા લાગ્યાં ત્યારે તેનાં વહાણે એકાએક થંભી ગયાં. ઘણા પ્રયત્ન કરવા છતાં તે વહાણે આગળ જઈ ન શક્યાં. શેઠે પૂજાપાઠ કર્યો ત્યારે આકાશવાણી થઈ કે, “આ સ્થાનમાં પ્રાચીન એવી ત્રણ પ્રતિમાઓ છે. તે પ્રતિમાઓના અધિઠાયક ભક્ત એવા મેં તારા વહાણે થંભાવ્યાં છે. માટે એ પ્રતિમા એને તારા વહાણમાં લઈ લે તે પછી જ તારાં વહાણ આગળ સફર કરી શકશે.” શેઠે તરત જ ખારવાઓને સમુદ્રની અંદર ઉતારી પ્રતિમાઓ બહાર કઢાવી વહાણમાં પધરાવી. શેઠ એ પ્રતિમાઓને કાંતિનગર લઈ ગયે અને પોતાના ઘરદેરાસરમાં પધરાવી પૂજન કરવા લાગ્યો, આથી શેઠને બધી રીતે લાભ થશે.
એ જ અરસામાં ઢંકગિરિના ક્ષત્રિય રણસિંહની પુત્રી ભૂપાલદેવીને પુત્ર નાગાર્જુન વનસ્પતિવિદ્યાને પારગામી વિદ્યાસિદ્ધ પુરુષ હતા. તેણે વિદ્યાસિદ્ધ આ પાદલિપ્તસૂરિની સાદર સેવા કરીને આકાશમાં ઉડ્ડયન કરવાને પાદલેપ મેળવ્યો હતો. ગુરુજીની સ્મૃતિ માટે તેણે તેમના નામ ઉપરથી પાદલિપ્તપુર (પાલીતાણા) વસાવ્યું હતું. ગિરિરાજ ઉપર ભ૦ મહાવીરસ્વામીનું જિનાલય, ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલે, દારમંડપ, રાજા ઉગ્રસેનને રાજમહેલ, વિવાહવેદિકા, ભ૦ નેમિનાથનું દીક્ષા માટે પ્રયાણ વગેરે રચનાઓ બનાવી હતી, (પ્રક. ૧૧, પૃ. ૨૪૧) અને એ જ ગુરુદેવના મુખેથી સાંભળ્યું હતું કે, ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની નિશ્રામાં બનાવેલો રસ કેટિધી બને છે. તે મુજબ રસ સિદ્ધ કરવા માટે શ્રીકાંતનગરના શેઠના દેરાસરમાંથી ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ઉપાડી લાવીને સેઢી નદીના કાંઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org