________________
આડત્રીશમું ]
આ સવ દેવસૂરિ
૩૯૯
જંગલમાં છુપાવી રાખી હતી. તેની સાંનિધ્યમાં તેણે રસને સિદ્ધ કર્યાં અને અહીં થાંભણા (તાલુકા-આણું) ગામ વસાવ્યુ હતું. એ સમયથી એ પ્રતિમા સેઢીનદીને કાંઠે ખાખરાના ઝાડની ઘટામાંની ભૂમિ નીચે દટાઈ રહી હતી.
વિક્રમની બારમી શતાબ્દીમાં થાંભણાના પટેલ મહીયલની ગાય એ સ્થળે આવીને એ પ્રતિમા ઉપર હંમેશાં દૂધ ઝરી જતી હતી.
:
વડગચ્છના સ`વેગી સુવિહિત આ॰ અભયદેવસૂરિ ધરણેન્દ્રની સૂચના મુજö અહીં પધાર્યા ત્યારે તેમણે ગાવાળિયાના મુખેથી ગાયના દૂધ ઝરવાને વૃત્તાંત સાંભળ્યેા. તેમણે એ સ્થળે ધ્યાન મુદ્રામાં બેસીને ‘નય તિદુબળ ’ સ્નેાત્ર (ગાથા : ૩૨) બનાવી ભ॰ પાર્શ્વનાથની સ્તુતિ કરી. આથી તે પ્રતિમા ત્યાંથી પ્રગટ થઈ આવી. પ્રતિમા પ્રગટ થયાના સમાચાર સાંભળી શ્રીસંઘ ત્યાં આવ્યા અને તે ખુશાલીના પ્રસંગમાં ગામ જમણ કર્યું. જૈનોએ ત્યાં ને ત્યાં લાખેક રૂપિયાના ફાળા કર્યાં. શ્રીસઘે મધવાદીગચ્છના આચાર્યના ઉપદેશથી સ્થપતિ આમેશ્વર તથા મહિષ પાસે જિનપ્રાસાદ તૈયાર કરાવ્યા અને તેમાં આ॰ અભયદેવસૂરિના હાથે સારા મુહૂર્તમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા ની પ્રતિષ્ઠા કરાવી. (પ્રક૦ ૩૬, પૃ૦ ૨૧૬, ૨૧૭) આ મંદિરના મંત્રી વસ્તુપાલે જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. સભવ છે કે, આ તીર્થ પણ મુસ્લિમ હુમલાથી બચ્યું ન હેાય. એટલે એ પ્રતિમાને સમુદ્ર કિનારે વિશાલ જિનાલય બંધાવી તેમાં સ્થાપન કરી, ત્યારથી ખંભાત એ સ્તભન પાર્શ્વનાથનું તીર્થ અન્યું. સ્તંભનપુર (ખંભાત) પણ સમુદ્રમાં વહાણા સ્તંભી ગયેલાં તે સ્થળે વસ્યું છે.
આ પ્રતિમાજીના પ્રભાવથી શ્રીરામચદ્રજીએ રામેશ્વરના સેતુ બાંધ્યા હતા. સિદ્ધયેાગી નાગાર્જુને કાટિવધ રસ ખાંધ્યા અને ખંભાતમાં દરિયા બંધાયા તેથી એ સ્ત`ભન પાર્શ્વનાથના નામે ખ્યાત છે અને ખંભાત સ્ત ંભન પાર્શ્વનાથના તીર્થ તરીકે લેાકમાં પ્રસિદ્ધિ પામ્યું છે.
સ્થપતિ આમ્રદેવ તથા મહિષને મુખ્ય સૂત્રધાર તરીકે નિરંતર એક દ્રષ્મ મળતા હતાં. તેમણે પેાતાની આવકમાંથી બચત કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org