________________
૭૮૪
જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજુય નામે પુત્રવધૂઓ હતી. તેઓને યશધર, યશવીર, યશઃકર્ણ વગેરે પુત્રે તથા ઘઉં, જાસુ, જયંતુ નામે પુત્રીઓ હતી. શેઠ રાહડનું કુટુંબ મેટું હતું. તેમાંથી બહડિ નામને પુત્ર એકાએક મરણ પામે. આથી તેને સંસારની અસારતાનું ભાન થયું. ધર્મ પ્રત્યે વધુ પ્રેમ જન્મે.
તેણે પિતાના હાથે કમાયેલા દ્રવ્યમાંથી ઘરમાં પૂજવાયેગ્ય ભ૦ શાંતિનાથની પિત્તલની પ્રતિમા ભરાવી હતી. ઉપરને પ્રસંગ બનતાં તેણે સં. ૧૨૨૭ ના ભાદરવામાં પાટણમાં સુશ્રાવક રાજા કુમારપાલના રાજ્યમાં આ૦ દેવચંદ્રસૂરિકૃત “શાંતિનાથચરિત્ર” લખાવી. આ૦ યશ પ્રભના પટ્ટધર આ૦ પરમાનંદસૂરિને વહરાવ્યું. જે અક્ષરે અને ચિત્રથી શેભાયમાન હતું. તેની પ્રશસ્તિ આ૦ ચક્રેશ્વરસૂરિના શિષ્ય આ૦ પરમાનંદસૂરિએ રચી છે. (જે. પુત્ર પ્ર. સં૦, પુષિકઃ ૫) (૨) સિદ્ધનાગવંશ –
૧. સિદ્ધના–તે પિરવાડ જ્ઞાતિને હતો. તેણે પોતાની જાતકમાઈમાંથી ઘણાં જિનબિંબ ભરાવ્યાં હતાં. તેને ઢક, વીરડ, વર્ધન અને દ્રોણુક એમ ચાર પુત્ર હતા. 1. ૨. વીરડ–તે જિનભક્ત અને ગુરુભક્ત હતો. તેની પત્નીનું નામ ધનદેવી હતું. તે મંડારમાં આવીને વસ્યા.
૩. વરદેવ—-તે સરળ હતા. જેનધર્મમાં દઢ અનુરાગી, કૃપાળુ અને જનમાન્ય હતું. તેણે ભ૦ મહાવીરસ્વામીની પિત્તલની પ્રતિમા તેમજ સમવસરણ બનાવ્યાં અને વાદિવેતાલ આ૦ શાંતિસૂરિને વિનતિ કરી ઉત્તરાયણ”ની પાઈય ટીકા બનાવરાવી અને તે જ્ઞાનની અતિભક્તિથી તે લખાવી.
તેને સાક્ષાત્ લક્ષ્મી જેવી લક્ષ્મી નામે પત્ની હતી અને સિદ્ધરાજ નામે પુત્ર હતો. ચાંપૂશ્રી, અમૃતદેવી, જિનમતી, યશરાજ અને પાજુકાઅંબા નામે પુત્રીઓ હતી. શેઠ વરદેવે મરતી વેળા સિદ્ધરાજને જણાવ્યું હતું કે, “તારે મારા શ્રેય માટે તીર્થયાત્રા, સંઘ અને જિનપૂજામાં ધન વાપરવું, છતાં પુસ્તક લખાવવામાં વિશેષ ધન આપવું.” - . સિદ્ધરાજ–તે પાટણમાં આવી વસ્યા. તે સૌ કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org