________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે પ્રકરણ વાલ્લાકના પુત્ર દીક્ષા લીધી જે આ૦ લલિતકીતિ તરીકે પ્રસિદ્ધ થયા. ચાંદાકના પુત્ર પૂર્ણદેવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, જેનાં નામ પં૦ ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાલા ગણિની હતાં. ચાંદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા લીધી, તેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની પડયું. તે વિદુષી હતી. (સં. ૧૩૧૩, ૧૩૨૯) તેને પરિવાર માટે હતું. તેના ઉપદેશથી સં. ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ મંત્રીના રાજકાળમાં પાલનપુર માં શેઠ વીરજી એશવાલને પુત્ર શ્રી કુમાર અને તેની બીજી પત્ની પદ્મશ્રીએ “જ્ઞાનપંચમીની કથા' લખાવી. તે પ્રતિ સાધ્વી લલિત સુંદરી ગાણિનીને વહેરાવી.
૭. ઉદય–તેને પાસવીર, બાહડ, છાહડ, વાલીદેવી, દિવતિણીદેવી, વસ્તિણિદેવી વગેરે સંતાન હતાં. બાહડને વસુંધરી નામે પત્ની હતી. તેમને ગુણચંદ્ર, ગાંગી વગેરે સંતાન થયાં. ગુણચંદ્રનું બીજું નામ કુલચંદ્ર હોવાનો સંભવ છે. ગુણચંદ્રને રુમિણે પત્ની હતી.
૮. પાસવીર–તેને સુખમતિ પત્ની હતી તથા સેવાક, હરિ ચંદ્ર (તે આ૦ જયચંદ્રસૂરિ), ભેલાદ, લહડીદેવી, ખીંબણદેવી વગેરે સંતાન હતાં. ( ૯ સેવાક–તેને પામ્હણુદે પત્ની હતી. તેણે સં૦ ૧૩૨૯ને શ્રાવણ સુદિ ૮ ના “પરિશિષ્ટપર્વ” લખાવ્યું. ભરતને વંશ--
૧. શેઠ ભરત–તે પિોરવાડ જ્ઞાતિને હતે. મોટા મોટા રાજા એ પણ તેને માન આપતા હતા.
૨. યશોનાગ–તે ઘણે સોહામણો અને ગુણવાન હતે.
૩. પદ્ધસિંહ–તે રાજમાન્ય હતું. શ્રીકરણમુદ્રાવાળો હતો. તેને તિહણાદેવી પત્ની હતી. યશરાજ, આસરાજ, સેમરાજ, રાણિગ, સેદ્રકા અને માહિણી નામે સંતાન હતાં. તે પૈકીના સેમરાજે દીક્ષા લીધી અને રાણિગને શેઠ કુલચંદ તથા જાસુલદેવીની પુત્રી રાજલદે પત્ની તથા સંગ્રામસિંહ નામે પુત્ર હતે. સંગ્રામસિંહની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org