________________
જીએ 1
આડત્રીશમું ]. આ સર્વ દેવસૂરિ
૩૭૯ જગડૂ શાહ રાજા વીસલદેવની આજ્ઞા મેળવી શત્રુંજય તથા ગિરનાર તીર્થની યાત્રાના છરી પાળતા સંઘો કાઢયા. પૂનમિયાગચ્છતથા ચૌદશિયાગચ્છના ઘણા જૈનાચાર્યો તેમાં સાથે પધાર્યા હતા. આ. વીરસૂરિએ સ્થાપન કરેલ ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદને જગડુ શાહે સેનાના દંડ-કળશ ચડાવ્યા, પરકોટ બનાવ્યું, આરસની ત્રણ દેરીઓ, અષ્ટાપદાવતાર જિનાલય, ૧૭૦ જિનાલય બનાવ્યાં. ત્રિખંડેશ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ભરાવી, તેમાં પુત્રી પ્રીતિમતીના કલ્યાણ માટે સ્વર્ણપત્ર તૈયાર કરાવ્યું. રાજા કર્ણદેવની વાવને જીર્ણોદ્ધાર કરાવ્યું. રાજા મૂલરાજ તથા કુમારપાલનાં તળાવ સમરાવ્યાં. જિનપૂજા માટે મેટી ફૂલવાડી બનાવી ભેટ આપી. કપિલકેટમાં ભ૦ નેમિનાથ તથા કૃષ્ણનાં મંદિરે સમરાવ્યાં. કુનડામાં શિવાલય તથા વિષ્ણુ મંદિર સમરાવ્યાં. ઢંકામાં શ્રી ઋષભદેવનું નવું દેરાસર બંધાવ્યું. વઢવાણમાં ચાવીશ દેરીવાળો વીરજિનપ્રાસાદ બંધાવ્ય, સેવાડીમાં ભ૦ ઋષભદેવને બાવન દેરીવાળો પ્રાસાદ બનાવ્ય, શત્રુંજયતીર્થ, સલખણપુર તથા દેલવાડામાં નવાં દેરાસર બનાવ્યાં, ભદ્રેશ્વરમાં આ૦ પરમદેવ માટે ઉપાશ્રય બંધાવ્યું. તેમાં આચાર્ય શ્રી માટે તાંબાની પાટ ગઠવી. આ૦ પરમદેવના શિષ્ય આ૦ શ્રીણને આચાર્ય પદ અપાવ્યું. તેમને પોતાના વંશના કુલગુરુ સ્થાપન કર્યા. ભદ્રેશ્વરમાં સેંકડે વાવ બંધાવી. તે દેવની યાદગીરીમાં દેરી બનાવી. મુસલમાન વેપારીઓ માટે ખીમલી મસ્જિદ બંધાવી.
એક વાર આ૦ પરમદેવે જગડૂ શાહને જણાવ્યું કે, સં. ૧૩૧૩, ૧૩૧૪, ૧૩૧૫ માં સમગ્ર દેશમાં ત્રિવર્ષ મેટો દુકાળ પડવાને છે માટે અનાજને સંગ્રહ કરી લેજે. શાહે જેટલું મળી શકયું તેટલું અનાજ એકઠું કર્યું હતું. આચાર્યની ભવિષ્યવાણી સાચી પડી. ત્રિવષ દુકાળ પડ્યો ત્યારે રાજાઓના કે ઠારે ખાલીખમ હતા. સર્વત્ર હાહાકાર થવા માંડ્યો. રાજા વીસલદેવે રાજકેડાર તપાસ્યું ત્યારે તેમાંથી માત્ર ૧૩ દાણુ મળ્યા. પરંતુ પાટણમાં જગડુ શાહે ગરીબેને
१. राका-चतुर्दशीपक्षसंभूतैर्भूरिसूरिभिः ।
स संघः शुशुभे गङ्गा-यमुनोपरिवार्णवः ॥ स० ६, लो० ३३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org