________________
આડત્રીશમું ] . આ સર્વ દેવસૂરિ
૩૭૧ કવિપ્રતિભાની સાક્ષી પૂરે છે. તેમણે રચેલાં પ્રાસંગિક સૂક્તો પણ મળે છે. દાખલા તરીકે –
“શિયાળો, ઉનાળો અને ચોમાસુ એ ઋતુઓ એક પછી એક આવે પણ આજે ઉનાળો અને ચોમાસુ એ બંને ઋતુઓને એકીસાથે અનુભવ થઈ રહ્યો છે, કેમકે મહારાજા વીરધવલના મરણથી જનતાના દિલમાં ઉનાળાને તાપ સળગી રહ્યો છે જ્યારે આખેમાં ચોમાસુ ઊમટી રહ્યું છે.'
તેમણે “ધર્માભ્યદયમહાકાવ્ય ”ની સં૧૨૯૦ માં પિતાના હાથે કરેલી નકલની પ્રતિ મળી આવે છે. વિદ્વાને આવા વિદ્યાસેવીને સરસ્વતીપુત્ર” કહે છે તેમાં કશી અતિશયોક્તિ નથી.
તેમની સારસ્વત સભામાં રાજપુરોહિત કવીશ્વર સેમેશ્વરેદેવ, હરિહર, મદન, સુભટ, નાનાક, પામ્હણ, પં. યશવીર, ઠ, અરિસિંહ, આ. વિજયસેન, આ૦ ઉદયપ્રભ, આ૦ નરચંદ્ર, આ૦ નરેંદ્રપ્રભ, આ૦ માણિજ્યચંદ્ર, આ૦ બાલચંદ્ર, આ૦ જયસિંહસૂરિ, આ અમરચંદ્ર વગેરે વિદ્વાન હતા. આ૦ પ્રદ્યુમ્નસૂરિ ત્યારે ઊગતા કવિ હતા. આ બધા વિદ્વાને એ મંત્રી વસ્તુપાલની વિવિધરૂપે પ્રશંસા કરી છે–
તમારામાં જુવાની છે પણ મદનવિકાર નથી, લક્ષ્મી છે પણ ગર્વ નથી, સજજન-દુર્જનની પરીક્ષા કરવાની બુદ્ધિ છે પણ કપટ નથી, તમારી આવી આકૃતિ કોણે ઘડી ?
(-વીરધવલના વસ્તુપાલ પ્રતિ ઉદ્ગારે) पीयूषादपि पेशला शशधरज्योत्स्नाकलापादपि,
___ स्वच्छा नूतनचूतमञ्जरीभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखसीमसूक्तविशदोद्गारादपि प्राञ्जलाः, . केषां न प्रथयन्ति चेतसि मुदं श्रीवस्तुपालोक्तयः॥
(–ઉપદેશતરંગિણ તરંગ ૧લે પ્રબંધકોશ,
પં. જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત્ર) सूरो रणेषु चरणप्रणतेषु सोमः वक्रोऽतिवक्रचरितेषु बुधोऽर्थबोधे । नीतौ गुरुः कविजने कविरक्रियासु मन्दोऽपि च ग्रहमयो नहि वस्तुपालः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org