________________
આડત્રીસમું ] આ સર્વ દેવરિ
૩૬૯ તેની ઈચ્છા મુજબ તેના બીજા પુત્ર વીશલદેવને ઘોળકાની ગાદીએ બેસાડયો. વિશલદેવે સત્તાના મદમાં નાગડ બ્રાહ્મણને મહામાત્ય બનાવ્યું અને બંને મંત્રીઓને તેના હાથ નીચેના નાના મંત્રીઓની જગા આપી. સમરાક પ્રતીહારની ભંભેરણીથી બને મંત્રીઓ પાસે ઘનની માગણી કરી અને ધન ન હોય તો તેની ખાતરી કરવા ઘટસર્ષનું દિવ્ય માગ્યું. દાદા લવણુપ્રસાદે તેને તેમ કરતાં વાર્યો પણ તેણે પિતાની હઠ છેડી નહીં, એટલે રાજપુરોહિત સેમેશ્વરે તેને સમજાવી આ અકૃત્યથી રેડ્યો.
એક દિવસે એક ક્ષુલ્લકે ઉપાશ્રયને કચરે ભૂલથી નીચે ફેંક્યો. તે રસ્તે જતા રાજાના મામા સિંહ જેઠવા ઉપર પડ્યો. મામાએ ગુસ્સે થઈ તે ક્ષુલ્લકને માર્યો અને ગાળો આપી. આ સાંભળી મંત્રી વસ્તુપાલે રાજપુત્ર ભૂણપાલને મોકલી મામાને હાથ કપાવી મંગાવી પિતાના મહેલની આગળ લટકાવ્ય. બંનેની સેનાઓ લડવા માટે તૈયાર થઈ રાજા વિશળદેવને ત્યારે વિમાસણ થઈ કે હવે શું કરવું? અંતે પુરોહિત સેમેશ્વરે રાજા, મામા, તથા મંત્રીઓને સમજાવી શાંત પાડ્યા. રાજાએ મામા પાસે મંત્રીની માફી મંગાવી અને મંત્રી તથા તેમના ધર્મનું ગૌરવ વધાર્યું. ' મંત્રી વસ્તુપાલે વિચાર કર્યો કે, આ નરચંદ્રસૂરિના ભવિષ્ય કથન મુજબ હવે મારું આયુષ્ય ઓછું છે. તેથી સં. ૧૨૭–૯૮ માં તે શત્રુંજય તીર્થની યાત્રા માટે સંઘ સાથે નીકળે અને રસ્તામાં અંકેવાલિયા ગામમાં ગુરુદેવ પાસે નિર્માણ કરી સમાધિપૂર્વક મરણ પામ્યા અને મહાવિદેહ ક્ષેત્રમાં રાજાના ઘેર તેને જન્મ થયો.
મંત્રી તેજપાલ અને મંત્રી જયંતસિંહે અંકેવાલિયામાં તળાવ ખેદાવ્યું તથા વસ્તુપાલના શબને શત્રુંજયના પ્રદેશમાં લાવીને અગ્નિસંસ્કાર કર્યો. અહીં સ્વર્ગારોહણ પ્રાસાદ બંધાવ્યો અને અંકેવાલિયા ગામમાં જિનપ્રાસાદ, સરોવર તથા દાનશાલા બંધાવ્યાં. મહામાત્ય તેજપાલ પણ સં. ૧૩૦૮ માં શંખેશ્વરતીર્થ પાસેના ચંદૂર ગામમાં છેલ્લે પહેરે સમાધિપૂર્વક મરણ પામ્યું. ત્યાં તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org