________________
૩૬૮
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
કામ શરૂ કર્યું. તેમાં સ૦ ૧૨૭૮ માં ભ॰ મલ્લિનાથને ગે ખલે ભાઈ મલ્લદેવના કલ્યાણ માટે અંધાવવામાં આવ્યેા. મંત્રીએ સ૦ ૧૨૮૭ ના ફાગણ વિદ ૩ ને રવિવારે આ॰ વિજયસેનસૂરિના હાથે લુણિગવસહીના મંદિરમાં ભ॰ નેમિનાથ વગેરેની પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં ૪!મહાધરા, ૧૨ માંડિલકા, ૮૪ રાણા, ૮૪ જ્ઞાતિઓના મહાજના વગેરે હાજર હતા. જેની કારણી આજે જગતભરમાં અદ્વિ તીય મનાય છે તે લુણિગવસહી મંદિર ઉપર સ૦ ૧૨૯૨ માં ધજાઈંડ ચડાવ્યેા. સ’૦ ૧૨૯૩ અને સ’૦ ૧૨૯૭ માં પણ અહીં પોતાની માતા, પિતા, બહેનેા, લલિતાદેવી, હડાદેવી, પુત્રી વગેરેના નામથી દેરીએ બનાવેલી છે. એટલે આ મંદિરનિર્માણનું કાર્ય સ ૧૨૯૭ સુધી ચાલતું હતું. અહીંના દરેક કાર્યમાં મળીને ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય ખરચાયું છે. (જૂએ, પ્રક૦ ૩૭, પૃ૦ ૨૮૪ થી ૨૮૭)
મંત્રી વસ્તુપાલે ગિરનાર તીર્થ ઉપર પેાતાના તથા પરિવારના કલ્યાણ માટે તીથે દ્વાર કર્યાં. શત્રુજયાવતાર, અષ્ટાપદ્માવતાર, સમેત શિખરાવતાર, સ્ત ંભનતીર્થોવતાર, સત્યપુરાવતાર અને કાશ્મીરાવતાર, સરસ્વતી વગેરે પ્રાસાદો બનાવ્યાં. તે દરેકની સ’૦ ૧૨૮૪ના ફાગણ સુદિ ૧૦ ને બુધવારે આ॰ વિજયસેનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આસરાજવિહાર, કુમારદેવીસરાવર અને ઉપાશ્રય બનાવ્યા. વૃદ્ધ યાત્રાળુ આ માટે ડેાલીએ વસાવી. અહીંના ભટ્ટો યાત્રિકા પાસેથી કર લેતા હતા તે કર માફ કરાવ્યા. અહીં ૧૨૮૮૦૦૦૦૦ દ્રવ્ય વાપર્યું. પ્રભાસપાટણમાં અષ્ટાપદ્માવતાર પ્રાસાદ અધાત્મ્યા અને આસપાસ બીજા લૌકિક તીર્થો પણ બંધાવ્યાં.
બને ભાઈ એ આ૦ જગચ્ચ દ્રસૂરિ, ઉપા૦ દેવભદ્ર, આ૦ દેવેન્દ્ર સુરિના તપ-ત્યાગભર્યો વૈરાગ્યના ઉપદેશથી પ્રભાવિત હતા. તેમના મહેતાએ આ॰ જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. મંત્રી વસ્તુપાલે આ દેવેદ્રસૂરિ ખંભાત હતા ત્યારે તેમના વ્યાખ્યાનમાં સૌને મુહપત્તિની પ્રભાવના કરી હતી.
સ’૦ ૧૨૯૪ માં રાણા વીરધવલ મરણ પામ્યા, મંત્રી વસ્તુપાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org