________________
૩૫૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકારનું પુત્રી સુહડાદેવી નામે પત્નીઓ હતી. અનુપમાદેવીને બુદ્ધિશાળી, પ્રતાપી અને ઉદારદિલ લૂણસિંહ નામે પુત્ર હતે. લૂણસિંહને રતના તથા લખમી નામે પત્નીઓ હતી ને ગૌરદેવી નામે પુત્રી હતી. સુહડાદેવીથી સુહડસિંહ નામે પુત્ર અને બકુલા નામે પુત્રી હતાં. સુહડસિંહને સુહડાદે તથા સુલખણ નામે પત્નીએ હતી. સુહડસિંહ સં. ૧૨૯૭ માં મરણ પામે.
તેજપાલની પત્ની અનુપમાદેવીનું એને સમયમાં ભારતીય નારીઓમાં ઊંચું સ્થાન હતું. તે ચંદ્રાવતીના શેઠ ધણિગ અને પત્ની ત્રિભુવનદેવીને ખીમે, આંબે, ઉદ્દલ એમ ત્રણ પુત્ર અને અનુપમા નામની આ પુત્રી હતી. અનુપમા બુદ્ધિશાળી છતાં કદરૂપી હતી. તેજપાલે તેની સાથે સગપણ થયા પછી તે તેડવાને ઘણે પ્રયત્ન કર્યો હતો. છેવટે ભ૦ ચંદ્રપ્રભના યક્ષ વિજયને આઠ દ્રમ્પ ચડાવવાની માનતા પણ માની હતી, પણ ભાવિભાવને કેણ ફેરવી શકે? તે તેજપાલના ઘરમાં આવી ત્યારથી જ તેનાં કુંકુમ પગલાંથી કુટુંબની ઉન્નતિ થવા લાગી. આથી થોડા દિવસમાં જ તે સૌને પ્રિય થઈ પડી. ઘરનું એક પણ કામ તેની સલાહ વિના થતું નહતું. આબૂ ઉપર લુણિગવસહીના નિર્માણમાં તેને જ સક્રિય ફાળો હતો. તે પિતાના ભાઈ ઉદ્દલને સાથે રાખી ઘણુ કાળ સુધી આબૂ ઉપર રહી હતી અને પિતાની જાત દેખરેખ નીચે આ કાર્ય પૂરું કરાવ્યું હતું. સ્વભાવે તે શાંત અને ઉદાર હતી.
ઉલ્લેખ મળે છે કે, એક વાર તે યતિઓને વહોરાવતી હતી ત્યારે તેમના હાથમાંનું ઘીનું પાત્ર અચાનક મહંતુ અનુપમાદેવી ઉપર પડ્યું. તેનાં કપડાં ઘીથી તરબોળ થઈ ગયાં. આથી મંત્રી તેજપાલ ગુસ્સે થઈ ગયે પણ અનુપમાદેવીએ તરત જ શાંત મગજથી જવાબ આપે કે, “જે ઘાંચીના ઘેર જન્મી હેત તો શું દશા હેત? પણ મારાં અહાભાગ્ય છે કે, મારા ઉપર બીજા કેઈનું નહીં પણ પૂજ્ય ગુરુદેવના પાત્રનું ઘી ઢળ્યું છે.” મંત્રી આ સાંભળી શાંત થઈ બે, “મીઠી વાણુ સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org