________________
૩૫૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
પાટણને શેઠ કપૂરપટ્ટાધીશ પુત્ર સમપિરવાડ સં. ૧૨૧૬ માં પણ આ જ સમયે થયે હતે.
૪. આસરાજ (અબ્ધરાજ) –તે માતૃભક્ત વિવેકી જેન હિતે. તેણે સાત તીર્થોની સાત વાર યાત્રા કરી હતી. છેલ્લી યાત્રામાં બાળકો વસ્તુપાલ-તેજપાલ સાથે હતા. તે પાટણમાં રાજકાર્યમાં નિયુક્ત હતા. એક વખત તે માલાસણ ગમે ત્યારે ત્યાં માલધાર ગચ્છના કલિકાલગૌતમાવતાર આ૦ હરિભદ્રસૂરિ પાસેથી પ્રાસંગિક રીતે શેઠ આભૂ પિરવાલની પુત્રી બાલવિધવા કુમારદેવીને સુલક્ષણ જાણું તેની સાથે લગ્ન કર્યું અને તે સુહલાક (સોપારક) ચાલ્યો ગયે. તેને ત્યાં ચાર પુત્ર અને છ પુત્રીઓ થઈ તે પરિવાર નીચે મુજબ હતો –
(૧) લુણિગ–તે રાજકાર્યમાં કુશળ હતા. તેને લૂણદેવી નામે પત્ની હતી. તે યુવાનીમાં આવતાં જ મરણ પામ્યું. એ સમયે એનું કુટુંબ ગરીબ દશામાં હતું તેથી ઘરના માણસેએ તેને પરભવ માટે ત્રણ લાખ નવકાર મંત્રો આપ્યા, પણ વસ્તુપાલે મરતી વેળા પૂછ્યું કે, “મોટાભાઈ! તમારી કોઈ ઈચ્છા હોય તે જણાવે” લુણિગે જવાબ આપે કે, “ભાઈ! મને આબૂ તીર્થમાં ભગવાનની એકાદ દેરી બનાવવાની ઉત્કટ ભાવના હતી પણ મારા ભાગ્યમાં નહીં તેથી એ ભાવના તે ભાવનારૂપે જ રહી છે. જે તમને અનુકૂળતા થાય તે મારી એ ભાવનાને સફળ બનાવજે. સૌના મનમાં એ વાત રમી ગઈ પણ પરિસ્થિતિ આગળ સૌ લાચાર હતા તેથી સૌ મૌન રહ્યા. વસ્તુપાલ-તેજપાલના દિલમાં આ ભાવનાનું બીજ રોપાયું, તેથી તેઓ ગુજરાતના મંત્રી બન્યા તે પછી એ બીજમાંથી જાણે કલ્પવૃક્ષ ઊભું થયું. આજે આબૂ ઉપરનું બલુણિગવસહી” નામનું
૧૨૩૯ (પ્રક. ૩૨, પૃ. ૫૧૦, પ્રક. ૩૫, પૃ....) (૩૩) ખરતરગચ્છીય આ૦ જિનપતિના શિષ્યની તથા સુમતિમણિની નાની દીક્ષા સં૦ ૧૨૬૦ના જેઠ સુદિ ૬ ના રોજ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org