________________
૩૬૨
જૈન પર પરાને ઇતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
વિશે એવે ખુલાસે મળે છે કે, મહાજનની ૮૪ જ્ઞાતિ ગણાતી તે સમયે તે મેટે ભાગે જૈનધમ પાળતી હતી. આ જ્ઞાતિઓમાં કયાંક કચાંક વિધવાવિવાહ પણ પ્રચલિત હતા. એવા વિવાહ કરનારા છૂટાછવાયા હતા, તેમની કાઈ એક વ્યવસ્થિત જ્ઞાતિ નહેાતી. મંત્રી વસ્તુપાલના સમયે તેણે જ્ઞાતિનું સ્વરૂપ લીધું હોય એમ લાગે છે.
એક વાર વસ્તુપાલ-તેજપાલે સાધર્મિક વાત્સલ્ય કર્યું. સૌને નાતરુ દેવામાં આવ્યું, પણ એક શેઠના પુત્ર, જે નિન બની ગયા હતા તેને નાતરું આપવાનું ભૂલી જવાયું. તે શેઠના પુત્રે ૮૪ જ્ઞાતિની વિશાળ સભામાં યુક્તિપૂર્વક વાત મૂકી કે, ‘ અમે કુલીન છીએ પણ ગરીબ થઈ ગયાના કારણે અમારી ટાલ કરવામાં આવી છે. વસ્તુપાલતેજપાલ વિધવાના પુત્રા છે પણ ધનાઢય છે અને રાજસત્તામાં મહામાત્યપદે છે. તમને જમણ મળે છે એટલે તમને અમારા ગરીમની શી પડી હાય?’
શેઠના પુત્રના આ શબ્દોએ સભામાં વીજળી જેવા આંચકા પેદા કો. હાહા થવા લાગી. પછી તે આ સભામાંથી કેટલાક ઊઠીને ચાલવા માંડયા. જે ગયા તે વીશા' કહેવાયા અને એ મંત્રીની સાથે રહ્યા તે દશા’ કહેવાયા.
ચારાશી જ્ઞાતિઓમાં આ ભેદો પડયા. આ જ્ઞાતિભેદનું એ પરિણામ આવ્યું કે, વીશા અને દશામાં એક રોટી-વ્યવહાર ચાલુ રહ્યો પણ એટીવ્યવહાર બંધ થઈ ગયા. જો કે દશા એ વિધવાના સંતાનને પેાતાના વર્ગમાં મેળવી લેનારા સમુદાય છે, પણ વિધવાવિવાહના હિમાયતી નથી. એટલે દશામાં પણ વિધવાવિવાહ થતા તે નથી જ. પછી તે! એમાં પણ જે વિધવાવિવાહ કરનારા નીકળ્યા તે તેનાથી જુદા પડચા અને સમય જતાં તે પાંચા, અઢિયા, સવાયા તરીકે જાહેર થયા. આજે ગુજરાતના ભાલેજ ગામમાં પાંચાની જ્ઞાતિ વિદ્યમાન છે. કર્ણાટકમાં દિગબરામાં ચતુર્થાં પંચમ જ્ઞાતિ વિદ્યમાન છે.
વરડિયા શા॰ નેમડના વંશજેમાં બીજી જ્ઞાતિએની કન્યા વધુ ૧. જૂએ, અચલગચ્છની (ગુજરાતી) મેટી પટ્ટાવલી, પૃ૦ ૯૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org