________________
આડત્રીશમું
આઠ સર્વદેવસરિ અને સંઘવીનું દબદબાભર્યું સ્વાગત કર્યું. તે પછી બાદશાહની માતા ફરીદા બેગમ મકકા શરીફની યાત્રા માટે નીકળી, તેને ધર્મગુરુ આલમ પણ તેની સાથે હતો. તે સમુદ્ર રસ્તે જવા માટે ખંભાત બંદરે આવી પહોંચી. ત્યારે મંત્રી વસ્તુપાલે ઘડેલી યોજના પ્રમાણે લૂંટારાઓએ તે બેગમ માતાને લૂંટી લીધી. માતાએ મંત્રી આગળ ફરિયાદ કરી. મંત્રી વસ્તુપાલે ત્યાં આવીને તેને પાઈ એ પાઈને સમસ્ત માલ પાછો અપાવ્યું. તેને બહુ સત્કાર કર્યો. તે યાત્રા કરીને પાછી ફરતાં ફરી ખંભાત આવી. ત્યારે પણ મંત્રીએ તેનું ઘણું સમ્માન કર્યું. બાદશાહની માતા કુસદા બેગમે મંત્રી વસ્તુપાલને પિતાને ધર્મપુત્ર કહી પિતાની સાથે તેને દિલ્હી લઈ ગઈ અને માતાએ બાદશાહ આગળ મંત્રી વસ્તુપાલની ભારે પ્રશંસા કરી. આથી બાદશાહ અને મંત્રી વસ્તુપાલ વચ્ચે ગાઢ મૈત્રીસંબંધ બંધાયે. મંત્રી વસ્તુ પાલ દિલ્હીથી પાછા ફર્યો તે પહેલાં બાદશાહ પાસેથી પાકું વચન લીધું કે, “હું જીવન પર્યત ગુજરાત પર ચડાઈ નહીં કરું.” એ રીતે મંત્રી વસ્તુપાલે ગુજરાતને દિલ્હીના બાદશાહથી નિર્ભય બનાવ્યું. વળી, બાદશાહની સમ્મતિથી આરસને પથ્થર મેળવી ભ૦ આદિનાથની પ્રતિમા ઘડાવી શત્રુંજય તીર્થ ઉપર સ્થાપન કરી.
હવે ગુજરાતમાં સર્વથા શાંતિ હતી. મંત્રીઓએ શાંતિપર્વ તથા શિવપુરાણ વગેરેના લેકે વડે રાજા વીરધવલને માંસ, શિકાર અને મદિરાથી વિમુખ બનાવ્યું અને મલ. આ દેવપ્રભના ઉપદેશ સંભળાવી, ધર્મને તાત્વિક પ્રેમી બનાવ્યું.
(જૂઓ, પ્રક. ૩૮, પૃ. ૩૩૪) મંત્રી વસ્તુપાલે સં૦ ૧૨૮૭ માં શત્રુ જય તીર્થને માટે યાત્રા સંઘ કાઢયો. વઢવાણના નગરશેઠે તેને સત્કારમાં દક્ષિણાવર્તી શંખ આપે. મંત્રી વસ્તુપાલે તે ભેટર્ણ સ્વીકારી તેના બદલામાં તેને પિતાને પ્રભાવશાળી શંખ આપી સાધર્મિક પ્રેમને દાખલો બેસાડ્યો.
આ સંઘમાં નાગેન્દ્રગ૭ના આચાર્યો આ૦ વિજયસેન આવે. ઉદયપ્રભ, આ૦ વર્ધમાન, મલધારગચ્છના આ૦ નરચંદ્ર, નાગૅકગચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org