________________
આત્રીશમું ] આ સર્વ દેવસૂરિ
૩૬ ૩ પ્રમાણમાં આવી તેથી તેના વંશજો “નેમા વાણિયા કહેવાયા. તેમાં પણ દશા-વીશાના ભેદે પડયા.
શેઠને પુત્ર વગેરે લાટના (મહી અને દમણ વચ્ચેના પ્રદેશના) હતા. તેના મિત્રો અને પરિવાર ગુજરાતની દક્ષિણમાં ઠેઠ તાપી નદી સુધી ચાલ્યા ગયા તે “લાડવા શ્રીમાલી કહેવાયા.
મંડલેશ્વર લવણુપ્રસાદ અને વિરધવલે બંને મંત્રીઓની મદદથી ગુજરાતની બગડેલી સ્થિતિને સુધારવા પ્રયત્ન શરૂ કર્યો. તેમણે સર્વપ્રથમ સૌરાષ્ટ્રનાં નાનાં-મોટાં રજવાડાંઓને કાબૂમાં લીધાં. જૂના અમલદાર તથા વેપારીઓ પાસેથી ઘણું ધન એકઠું કરીને મેટું સૈન્ય ઊભું કર્યું. મહામાત્ય વસ્તુપાલે ખંભાતના ધનિક ચાંચિયા સદીકને મારીને તેને તેજ તુરીને કરંડિયે હાથ કર્યો અને તેનું ધન રાજભંડારમાં દાખલ કર્યું. તેને સાગરીત ભરૂચને રાજા સિંધુરાજને પુત્ર શખ હતું, જેણે મંત્રી વસ્તુપાલને ખંભાતના હાકેમ બનાવવાની લાલચ આપી હતી. (–જે સપ્રન્ટ, વર્ષઃ ૩, પૃ. ૪૩૫)
મંત્રી વસ્તુપાલે શંખની એ લાલચને મહાપાપ માની તેની સાથે લડાઈ આદરી. શંખને હરાવી નસાડ્યો અને પિતાના પુત્ર જયતલ(જયંતસિંહ)ને સં૦ ૧૨૭૯ માં ખંભાતને દંડનાયક નીમ્યો. મંત્રી તેજપાલે ગોધરાના લૂંટારુ રાજા ઘૂઘલને માર્યો અને એ રીતે ખંભાતને દરિયામાર્ગ, લાટ અને ગોધરાને પ્રદેશ વેપારીઓ અને વટેમાર્ગુઓ માટે નિર્ભય બનાવ્યું.
રાજાએ પણ દેવગિરિને ચાદવરાજ સિંઘણ અને મારવાડના રાજાઓ સાથે નવી સંધિ કરી બીજાં તોફાની તને દૂર હઠાવ્યાં. સં. ૧૨૮૩ માં ગુજરાત, મારવાડ અને મહારાષ્ટ્રના હિંદુ રાજાઓનું પુનઃ સંગઠન કર્યું.
વસ્તુપાલે સં. ૧૨૮૨ માં ખંભાતના આ૦ મલવાદીના વ્યંગ્ય ઉપદેશથી પિતાની ચાંદીની પાલખી દાનમાં આપી. તે ચાંદીમાંથી જિનપ્રતિમા બનાવી સ્નાત્ર પૂજા માટે ભરૂચના શકુનિકાવિહારમાં અર્પણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org