________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે
ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ ગણાય છે.) ૭. ભવભાવના મૂલ, સં. ૧૧૭૦, મેડતા અને છત્રાપલ્લી. ૮. ભવભાવને પવૃત્તિ, ગ્રં ૧૩૦૦૦, સં. ૧૧૭૦,
મેડતા-છત્રાપલ્લી. ૯. નંદિસુત્ત ટિપન. ૧૦. વિસાવસ્મય-બહવૃત્તિ, ગ્રં૦ : ૨૮૦૦૦, સં. ૧૧૭૫.
તેમને “વિસે સાવસ્મય વૃત્તિ રચવામાં ૧. પંર અભયકુમાર, ૨. પં૦ ધનદેવ ગણિ, ૩. પં. જિનભદ્ર ગણિ, ૪. પં. લક્ષમણ ગણિ, ૫. મુનિ વિબુધચંદ્ર, તથા ૬. સાધ્વી આણંદશ્રી મહારા અને ૭. સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી.
તેમના ગ્રંથમાં ભવભીરુતાને પરિચય આ પ્રકારે મળે છે– “મને ગુરુજનેએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમજે છું તેને આત્મસ્મરણ માટે મેં અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દે હોય તે મુનિજનેએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સો છઘસ્થ છે અને મારા જેવા તો સદ્બુદ્ધિવિહોણા છે, ને મતિવિશ્વમ તો કોને થતું નથી?” (-આવસ્મય ટિશ્યન)
તેમના શિષ્યમાં ચાર બહુ પ્રસિદ્ધ હતા.
૧. આ વિજયસિંહસૂરિ–તેમણે સં૦ ૧૧૧ ના માહ વદિ ૩ ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ જયસિંહસૂરિની “ધર્મોપદેશમાલા ગાથા ૯૮ નું વિવરણ ગ્રં: ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુરુભાઈ પંછ અભયકુમાર ગણિએ સહાય કરી હતી. આ આચાર્ય ઘણું રૂપાળા અને શાંત હતા.
૨. આ ચંદ્રસૂરિ–તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા.
૩. આ વિબુધચંદ્ર–તે પણ લાદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તછ દઈ દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની “વિસાવસ્મય'ની
૧. જુઓ, જૈન પુસ્તક પ્રશસિત સંગ્રહ, પુપિકા : ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org