________________
૩૪૪
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કવિએ કહ્યું, “રાજન ! તે બાલિકાએ ૯ પ્રશ્નો કર્યા છે અને તે ડેશીએ તેને ૯ વાર નિષેધ કર્યો છે તે આ પ્રકારે હશે એમ માનું છું— किं नन्दी किं मुरारिः किमुत सुरपतिः किं नलः किं कुबेरः
किं वा विद्याधरोऽसौ किमु रतिरमणः किं विधुः किं विधाता। नायं नायं न चायं न खलु नहि नवा नापि नासौ न चैषः ___क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ।।
–બાલિકા પૂછે છે કે શું આ મહાદેવ છે? વિષ્ણુ છે? ઈંદ્ર છે? નલ છે? કુબેર છે? વિદ્યાધર છે? કામદેવ છે? ચંદ્ર છે કે બ્રહ્મા છે ? તેને ડેશીમાએ ઉત્તર આપ્યું કે, હે ભેળી બાલિકા ! આ તેમને કેઈ નથી પણ કીડા કરવાને જઈ રહેલો આ ભેજદેવ છે.
રાજા મનમાં ખુશ થયા અને બે, “કવિરાજ ! મને વિષ વગેરેની ઉપમા અપાય તે એગ્ય નથી. આમાં તો અતિશયોક્તિ રહેલી છે.
કવિશ્રીએ તરત જવાબ આપ્યો કે, તમને વિષ્ણુની ઉપમા આપી છે તે બરાબર છે, તેનું કારણ સાંભળો–
अभ्युद्यता वसुमती दलितं रिपूरः
क्रोडीकृता बलवता बलिराजलक्ष्मीः एकत्र जन्मनि कृतं तदनेन यूना
* નમૂત્ર ચઢ%રોત્ પુરુષ પુરાણઃ | –વિષ્ણુએ પૃથ્વીને ઉદ્ધાર, શત્રુની છાતી ચીરવી અને બલિરાજની લક્ષ્મીને ગ્રહણ કરવાનાં કાર્યો ત્રણ જન્મ લઈને કર્યા હતાં જ્યારે તમે એક જ જન્મમાં એ ત્રણે કર્મો કર્યા છે. - ભેજરાજે આ શીઘ્ર કવિત્વથી પ્રસન્ન થઈ કહ્યું, “કવિરાજ ! જે ઈચ્છા હોય તે માગે, જરૂરથી આપીશ.” - કવિશ્રીએ બીજું કંઈ ન માગતાં પિતાના જીવિતવ્યનું વરદાન માગ્યું, ત્યારે રાજાએ તેની આ મનોવિજ્ઞાનકળાથી અચંબો પામી તેને ન મારવાની પ્રતિજ્ઞા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org