________________
३४७
આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ લગાડયું. તેણે ધારામાં ભ૦ આદીશ્વરનું સુંદર ચૈત્ય બંધાવ્યું. તેમાં આ૦ મહેસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી અને નિરંતર પૂજા ચાલુ રાખી. તેની સ્તુતિરૂપે “ઋષભ પંચાશિકા” રચી. તે ચૂડામણિશાસ્ત્રને અભ્યાસી હતો, જેનદર્શનને જ્ઞાતા અને બાર વ્રતધારી હતી. જે સાતે ક્ષેત્રમાં દાન આપતે હતે.
કવિ ધનપાલે કાવ્યની ચમત્કૃતિઓથી ભરપૂર, અલંકાર અને નવ રસેથી સભર એવી ઋષભદેવની સ્તુતિપ્રધાન ગદ્યકથા (મંત્ર : ૧૨૦૦૦ પ્રમાણ) બનાવી. ગુજરાતના પ્રદેશમાં વિચરતા આ૦ શાંતિસૂરિને ધારામાં મહોત્સવ પૂર્વક પધરાવી તેમની પાસે એ કથાનું સંશોધન કરાવ્યું. તેમણે ઘણું વાદીઓને જીત્યા હોવાથી તેમને રાજાના હાથે “વાદિવેતાલ”નું માનવંતુ બિરુદ અપાવ્યું. તે કથા શિયાળામાં રાતના વખતે રાજા ભોજને સંભળાવી. એ સાંભળીને રાજા ઘણે પ્રસન્ન થયો. આવા લાલિત્યભર્યા વર્ણનથી તેનું મન લલચાયું અને કહ્યું, “મિત્ર! હું તારી પાસે એ માગણી કરું છું કે આ કથામાં જ્યાં પાતુ નિનઃ ના સ્થાને પાતુ રિવા, ૩યોધ્યાના સ્થાને अवन्ती (धारा), शक्रावतार थैत्यना स्थाने महाकालमंदिर, ऋषभदेवना સ્થાને મહાવ અને રૂદ્રના સ્થાને મોન એટલું પરિવર્તન કરી દે તો તું માગીશ એ હું આપીશ. તારી આ કથા અમર બની જશે એમાં શંકા નથી.
કવિરાજે જવાબ આપે કે, “રાજન ! આ રીતે પરિવર્તન કરવું એ તે મારા હૃદયને ગંભીર અપરાધ છે. એ આત્મઘાતી પગલું છે. દૂધના વાસણમાં સુરાનું એક ટીપું પડે તો તે અપવિત્ર બની જાય. એવું પરિવર્તન કરનાર વિદ્વાન એ વિદ્વાન નથી પણ દ્વિજિહુ-ખલ છે એમ મારું માનવું છે. વળી સૂર્ય અને આગિયામાં જે તફાવત છે તે પણ કદાપિ ભૂંસી શકાય તેમ નથી.”
રાજાને આ નગ્ન સત્ય વાત સાંભળીને ભારે ગુસ્સો ચડ્યો. તેણે એ કથાને પાસેની સગડીમાં મૂકીને બાળી નાખી. કવિએ પણ રાજાને કડક શબ્દોમાં ઘણું ઘણું સંભળાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org