________________
૩૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ હતી. તેના હાથમાં પરી હતી, શસ્ત્રો હતાં. તેનું રૂપ મહારૌદ્ર હતું. એ જોઈને મને લાગ્યું કે, દેવી અત્યારે ક્રોધમાં છે તેથી તેની પૂજા કરવી ન શોભે.
“પછી વિષ્ણુમંદિરમાં ગમે ત્યારે વિષ્ણુની પાસે સત્યભામા, રુકિમણી વગેરે બેઠેલાં હતાં. રાસલીલા ચાલતી હતી એટલે મને થયું કે, એકાંતમાં બેઠેલા દેવ પાસે ન જવાય. બીજાએ પણ અત્યારે ત્યાં જવું ઠીક નથી એટલે હું ત્યાં પડદે નાખીને પાછો વળે.
“પછી હું શિવાલયમાં ગયે. ત્યાં તે મને સમજણ જ ન પડી કે, શિવજીના કયા અંગની પૂજા કરું. કેમ કે જ્યાં કંઠ નથી ત્યાં ફૂલમાળા ક્યાં પહેરાવું? નાક નથી ત્યાં ધૂપ દેવાને અર્થ નથી. કાન નથી ત્યાં ગીત કેને સંભળાવવા? પગ નથી ત્યાં પ્રણામ કેને કરવા ? એટલે મારે અહીં કેનું પૂજન કરવું તેનો વિચાર થઈ પડ્યો.
“પછી જિનાલયમાં ગયા. ત્યાં વીતરાગની સૌમ્ય મૂર્તિનાં દર્શન થયાં. તેમની આંખમાં અમી હતું. મુખ પ્રસન્ન હતું. ખોળે સ્ત્રીસંગથી ખાલી હતો, હાથ શસ્ત્રોથી રહિત હતા. અહીં સાચું દેવત્વ દેખી મેં તે દેવાધિદેવની પૂજા કરી. મને ત્યાં ખૂબ શાંતિ મળી. રાજન ! તમે મને દેવપૂજાની આજ્ઞા કરી તે મને જ્યાં દેવત્વ જોવાયું ત્યાં મેં પૂજા કરી.
કવિશ્રીએ આ પ્રમાણે વર્ણન કર્યું. તે પછી કવિએ રાજાને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ સંભળાવ્યું. રાજા એ બધું સાંભળીને ખુશ થયે.
એક વાર રાજાએ પૂછયું, “કવિરાજ ! મહાકાલિના મંદિરમાં પવિત્રા મહોત્સવ થાય છે. તારા દેવને એ મહોત્સવ કેમ થતો નથી?
' ધનપાલે જવાબ આપ્યો કે, “પવિત્રાહિ તે જે અપવિત્ર હેય તેને પવિત્ર બનાવવા માટે છે; જ્યારે જિનેશ્વરદેવ તો સદાય પવિત્ર છે તેને પવિત્ર કરવાની કશી જરૂરત નથી.” - હવે કવિ ધનપાલે આત્મકલ્યાણ તરફ પિતાનું મન વિશેષપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org