________________
માં સૂઈ ગયા હતા તેનું કારણ અને પાતા
૩૪૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
આ પ્રસંગ પછી કવિ ઘેર આવ્યા અને દુખાતા હૃદયે ખાટલામાં સૂઈ ગયા. તેમની નવ વર્ષની નાની પુત્રી તિલકમંજરીએ પિતાની ગમગીની જોઈ પિતાજીને તેનું કારણ પૂછ્યું. તિલકમંજરી તેના પિતાની વહાલસોયી પુત્રી હતી. પિતાએ તેને પિતાની વિદ્યાને વારસો આ હતો અને નવ વર્ષની વયે પણ તે એક વિદુષી બની ચૂકી હતી. તે પિતાજીની એ કથા રેજ વાંચી જતી અને યાદ કરી લેતી. તિલકમંજરી એ હકીકત સાંભળીને પિતાને આશ્વાસન આપતાં કહ્યું, “પિતાજી ! રાજાએ તમારી કૃતિને બાળી નાખી તેથી ચિંતા કરવા જેવું નથી. મને તે કથા અક્ષરશઃ યાદ છે.”
પુત્રીની વાત સાંભળી કવિશ્રી આનંદિત થઈ ગયા. તેમણે ભેજન કર્યા પછી બાલિકાના મુખેથી એ કથા-પાઠ સાંભળીને લખી લીધે. એમ કરતાં થોડા દિવસોમાં જ એ કથા ફરીથી લખાઈ ગઈ. જો કે તેમાં કઈ કઈ ભાગ બાલિકાએ સાંભળ્યું કે વાંચ્યું ન હતું તેથી તે ભાગ અધૂરો રહી ગયે પણ કવિશ્રીએ ત્યાં નો પાઠ ઉમેરીને બધે સંબંધ જોડી કથાને અખંડ સ્વરૂપ આપ્યું. કથા પૂર્ણ રીતે તૈયાર થતાં તેનું નામ “તિલકમંજરી” રાખ્યું. આ ઘટના વિસંવે ૧૦૮૪ લગભગમાં બની હતી.
એ ઘટના પછી જ નિર્વતિગચ્છના આ૦ સૂરાચાર્ય ધારામાં આવ્યા હતા અને તેમણે ભેજરાજની સભાને જીતી લીધી હતી. કવિ ધનપાલે તેમના મહામેંઘા જીવનને ભેજરાજથી બચાવી લીધું. - પછી તે કવિને પણ લાગ્યું કે હવે ધારામાં રહેવું યંગ્ય નથી. તેઓ ધારાને છેડીને સાચેરમાં આવીને રહ્યા. ત્યાં તેમણે સાચારના જિનમંદિરમાં મૂળનાયકની મૂર્તિ જોઈને અપભ્રંશમાં સુંદર સ્તુતિ કરી. એ સ્તુતિ ઉપરની ઘટના ઉપર ઝાંખે પ્રકાશ પાથરતી આજે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
ભરૂચને બ્રાહ્મણપુત્ર કૌલાચાર્ય ધર્મ નામે પંડિત ધારાની રાજ. સભામાં આવ્યું અને પંડિતને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા. ધારીને વિદ્વાન તેની સામે હામ ભીડી શકે એમ ન હતું. આથી રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org