________________
૩૫૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
છે. પાટણમાં આ॰ શાંતિસૂરિ પાસે જા, ત્યાં તમને સાચું પાંડિત્ય જોવા મળશે.’
પંડિતને પરાજય થવાના કારણે બહાર જવું જ હતુ તેથી તેણે કવિશ્રીની વાતને વધાવી ગુજરાત તરફ પ્રયાણ કર્યું.
ધર્મ પડિત ભેાજની સભામાં બીજે દિવસે આવ્યા નહીં એટલે કવીશ્વરે જણાવ્યુ કે, ‘ ધર્મ પંડિતે ધમ જીતે અને અધર્મી હારે એ કહેવતને ખેાટી પાડી છે, પણ ધર્મસ્ય ત્વરિત ગતિઃ ની કહેવતને સાચી પાડી છે.’
ભેાજરાજે માળવાનું ગૌરવ જળવાયું એમ માનીને આન ંદના ક્રમ ખેચ્યા.
કવીશ્વરે વૃદ્ધાવસ્થા થવાથી ભેાજરાજની આજ્ઞા લઈ આ॰ મહેન્દ્રસૂરિ પાસે સલેખના કરી શુભ સમાધિથી મરણ પામી પહેલા દેવલેાકમાં વાસ કર્યો.
કવીશ્વર દીર્ઘાયુષી હતા, કેમકે સં૦ ૧૦૨૯ માં માલવેશ સીયકરાજે મન્નખેડ ભાંગ્યું ત્યારે તે તેની સાથે હતા. એ વખતે સીયકની ઉંમર ૨૦-૨૨ વર્ષની હશે જ. સ૦ ૧૦૮૧ માં મહમ્મદ ગીજનીએ સામનાથ તાડયુ હતું. સ૦ ૧૦૮૪ લગભગમાં ‘તિલકમ જરી’ની રચના કરી અને સૂરાચાર્યને જાનથી મચાવ્યા. તે પછી તે સાચાર તીમાં ગયા. તે પછી પણ તે ઘણાં વર્ષો સુધી જીવ્યેા. આ હિસાબે તેના સં૦ ૧૦૧૦ માં જન્મ થયા હશે અને સ`૦ ૧૦૯૦ પછી મરણુ પામ્યા હશે એમ કલ્પી શકાય.
આ॰ મહેન્દ્રસૂરિ પણ સ૦ ૧૦૯૦ પછી અનશન લઈ સમાધિપૂર્ણાંક કાળધર્મ પામી સ્વગે ગયા.
કવીશ્વર ધનપાલે સંસ્કૃત અને પ્રાકૃતમાં નીચે મુજબના ગ્રંથાની રચના કરી છે.
૧. પાઈયલચ્છી નામમાલા-(ગાથા : ૨૭૫) કવીશ્વરે આ ગ્રંથ સં૦ ૧૦૨૯ માં આ પ્રાકૃત કેશની રચના મન્નખેડ ભાંગી પાછા વળતાં રસ્તામાં કરી છે. સંભવ છે કે, તેણે આ ગ્રંથ પેાતાની પત્ની લક્ષ્મી માટે બનાવ્યે હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org