________________
આડત્રીશમું ] આ સર્વદેવસૂરિ
૩૪૫ ભોજરાજે “સરસ્વતીકંઠાભરણ” નામે રાજમહેલ બનાવ્યું હતું. તેના દરવાજાના ગોખમાં રતિ સાથે હાથતાળી દેતી કામદેવની મૂર્તિ બેસાડી હતી. કવિ ધનપાલે મહેલની પ્રશસ્તિ રચી શિલામાં કેતરાવી. તેમાં આ લેક પણ દાખલ કર્યો હતો. રાજાએ એ પ્રશસ્તિના ઉપલક્ષમાં સ્વર્ણકળશ પારિતોષિક તરીકે આ હતો.
એક વાર ભેજરાજે કહ્યું, “કવિરાજ ! તમે તમારી મને વિજ્ઞાનકળાથી જણાવે કે, હું આજે આ સરસ્વતી મહેલમાંથી કયા દરવાજેથી બહાર નીકળીશ?”
કવિશ્રીએ એક ભેજપત્ર પર “તેડેલી છતમાંથી” એવા શબ્દ લખીને એ ભેજપત્ર એક દાબડામાં મૂક્યું અને તે દાબડે રાજાના અંગરક્ષકોને આપે. રાજાએ કવિશ્રીને ખેટા પાડવા માટે ઉપરની છત તોડાવી નાખી અને તે રસ્તે બહાર નીકળે. પછી કવિશ્રીને જવાબ જેવા માટે જ્યારે તેણે દાબડે છે અને વાગ્યું ત્યારે તે તે કવિશ્રીની આ અદ્દભુત શક્તિ ઉપર મુગ્ધ થઈ ગયો.
એક વાર ભોજરાજે કવિશ્રીને દેવની પૂજા કરવાની અનુજ્ઞા • આપી. કવિ તો સ્નાન વગેરેથી શુદ્ધ થઈ એક પછી એક કાલિકા, વિષણુ, શિવ અને જિનેશ્વરનાં મંદિરમાં ગયો. પ્રથમનાં ત્રણ મંદિરે માંથી તે પૂજા કર્યા વિના દુખાતા. દિલે પાછો ફર્યો. ચોથા જિનમંદિરમાં ગયા અને ત્યાં પૂજા કરી પ્રસન્નવદને બહાર આવ્યું.
રાજાએ જાસુસ મારફત આ ઘટના વિશે જાણી લીધા પછી કવિશ્રીને પૂછયું, “કહે, કેની કેની પૂજા કરી ?”
કવિએ નિખાલસપણે જવાબ આપે, “હું પ્રથમ મહાકાલિકાદેવીના મંદિરમાં ગયે તો તે દેવી મહિષાસુરને હણવામાં વ્યગ્ર બનેલી
૧. સંભવ છે કે, મુસલમાનોએ એ મહેલની જ મજિદ બનાવી હોય. એ મસ્જિદની દીવાલમાંથી ભેજરાજે રચેલ કોદંડછત્ર લખેલી શિલાઓ મળી આવી છે. તેની પ્રતિલિપિ દિલ્હીના મ્યુઝિયમમાં છે. શ્રીમાન દયારામ સહાનીએ સં. ૧૯૮૯માં અમારી પાસે તેની પ્રતિલિપિને પાઠ વાંચીને તેની નકલ તૈયાર કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org