________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રજો
[ પ્રકરણ
ધનપાલ—બહુ ખુશીની વાત છે. તેા પધારા મારે ઘેર જમવા. શેશભન—અમે એક ઘેરથી ભિક્ષા લેતા નથી. માધુકરી વૃત્તિથી જ આહાર કરીએ છીએ.
૩૪૦
ધનપાલ-એમાં શું દોષ છે ? શેભન—ઋષિઓએ કહેલું છે કે, માધુકરીવૃત્તિથી મ્લેચ્છકુળનું પણ અન્ન લેવું પણ બૃહસ્પતિ જેવાનું એકલાનું ન લેવું– ન જ ખાવું. આ॰ શય્યંભવસૂરિએ કહ્યું છે કે, જ્ઞાની પુરુષા ભમરા જેવા છે. તેઓ એક સ્થળે સ્થિર રહેતા નથી, એક ઘરનું અન્ન ખાતા નથી અને ઇંદ્રિયાને છૂટો દેર આપતા નથી. આ પ્રમાણે વર્તે તે જ સાચા સાધુ છે. ધનપાલ—હું જૈન મુનિએના આવા ત્યાગથી ખુશ થાઉં છું. પછી તે લાંબી વાતચીતને અંતે કવિ ધનપાલને પેાતાના ભાઈ તરીકે શોભનાચાની જાણ થતાં ભારે આનંદ થાય છે અને તેમની વિદ્વત્તા જોઈ ને હુ પામે છે.
એક દિવસે કવિ ધનપાલને ત્યાં સાધુએ ભિક્ષા લેવા આવ્યા. દહીના યાગ હતા પણ તે ત્રણ દિવસનું હતું. સાધુઓએ ‘ ત્રણ દિવસના દહીમાં જીવેાત્પત્તિ થાય છે તેથી તે અમને ન ખપે' એમ કહીને ના પાડી. કવિ ધનપાલને તે આવી વાતમાં શ્રદ્ધા જ નહાતી એટલે તેણે જણાવ્યું કે, ‘આમાં જીવ મતાવા તે હું તમારી વાત માનું અને શાસ્ત્રોની સચ્ચાઈની મને પ્રતીતિ પણ થાય.' વહેારવા આવેલા સાધુએ કુશળ અને વિદ્વાન હતા તેમણે અળતા મગાવી આપવા જણાવ્યું. તે અળતા દહી ઉપર પાથરી દેવામાં આવ્યા ત્યારે કવિને જીવાત્પત્તિની સાચી ખાતરી થઈ આવી.
શાભનાચાયે જૈન સિદ્ધાંતા વિશેની ભૂમિકા રચી જ હતી અને જૈન સાધુઓના સંપર્કમાં આવવાથી તેમના વિશે તેના ઊંચા ખ્યાલ બંધાયેલા જ હતા ત્યાં આ પ્રત્યક્ષ જીવવિજ્ઞાને તેના ઉપર ક્રાંતિકારી અસર નિપજાવી. તેને જૈન સિદ્ધાંતેાની સચ્ચાઈ વિશે સંદેહ ન રહ્યો. તેણે જૈનધર્મ સ્વીકારવા માટે અડગમને નિશ્ચય કરી લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org