________________
૩૪૧
આડત્રીસમું !
આ સર્વદેવરિ મેં આજ સુધી થડા ગામોના ધણી અને માગ્યું ન આપે એવા રાજાઓની મેહવશ ખુશામત કરી પણ હવે તે આજથી ત્રણ ભુવનના નાયક અને મોક્ષદાતા એવા વિતરાગદેવની ભક્તિથી સેવા કરીશ.” કવીશ્વર ધનપાલ આજથી જેન બન્યું. તેણે પોતાની વિદ્વત્તાને પ્રવાહ જૈનશાસનના ધોરી માર્ગે વહા.
કવિ ધનપાલ માટે વિદ્વાન હતો. મુંજ રાજાએ તેને પોતાના પુત્ર જે માન્ય હતો અને પિતાના ખેાળામાં બેસાડી “કુર્ચાલસરસ્વતી” (દાઢી-મૂછવાળી ભારતી)ના બિરૂદથી ભાવ્યું હતું. ભેજ રાજાએ પણ તેને પિતાને બાલમિત્ર, વડીલ, હિતૈષી અને રાજ્યને વફાદાર વિદ્વાન માન્યો હતો. તેણે તેને “કવીશ્વર” અને “સિદ્ધસારસ્વત” એવાં બે બિરુદથી અલંકૃત કર્યો હતે.
કવિશ્વર ધનપાલ વિદ્વાન, સત્યવાદી અને નિડર વક્તા હતા. તે ભેજ રાજાની સાભાને મુખી હતો. ભેજ તેને પિતાની સાથે જ રાખતો હતો. તે તેની કાવ્યકળાથી આનંદ આપતો હતો. ભેજરાજ તેને પ્રસંગચિત જુદી જુદી વસ્તુઓનું વર્ણન કરવા કહેતે ત્યારે તે ચમત્કારિક, શબ્દલલિત, પ્રાસાદિક અને અર્થગંભીર વાણીમાં વર્ણન કરો. વીશ્વરનાં સૂક્તોની મહાવિદ્વાને પણ પ્રશંસા કરતા હતા. તેમનાં કેટલાંક સૂક્તો સુંદર અને જાણવા જેવાં છે–
શંકરભેજરાજ ! શંકર અને પાર્વતી સાથે બેઠેલા છે તેથી જ તેના દર્શનમાં મને શરમ આવે છે. હું બાલક હોત તો જુદી વાત હતી પણ હવે ત્યાં કેમ જવાય?
ભંગી–મારા સ્વામી શંકર છે. તે દિગંબર છે તે તેમને ધનુષ્યની શી જરૂરત છે? શસ્ત્ર રાખે છે તે ભસ્મની શી જરૂરત છે? ભસ્મ લગાવીને રહેવું છે તે સ્ત્રીની શી જરૂર છે? અને સ્ત્રી રાખવી છે તે કામ પર દ્વેષ શા માટે રાખે છે? ભંગી સેવક પિતાના સ્વામીની આવી પરસ્પર વિરેધી ચેષ્ટાથી હાડપિંજર જેવો બની ગયે.
કામદેવ—જે વિરહના કારણે સ્ત્રીને શરીરમાં જ ધારણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org