________________
૩૨૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીના ચરણમાં અર્પણ કર્યું.'
આ૦ દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકાક્ષરીમાં આ રીતે રજૂ કરે છે–“માલધારી આ૦ અભયદેવના પટ્ટરૂપી આકાશમાં આ હેમચંદ્રરૂપી ચંદ્ર ઊગે. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણુઓ દીર્ધાયુષી બન્યા.
આ૦ હેમચંદ્રના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુ જયતીર્થને છરી પાળા યાત્રા સંઘ નીકળે. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલીમાં પડાવ નાખે. સંઘના પુરુષે અને સ્ત્રીઓ નાહી-ધોઈ શરીરે કેસર ચોળી, બહુમૂલ્ય વસ્ત્રો પહેરી, રત્નજડિત દાગીના ધારણ કરી દેરાસરમાં દર્શન-પૂજા-પ્રભાવના કરી રહ્યા હતા. સંઘપતિ પાસે પણ ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સેરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી.
“ચંપારણ સુરાપશુળો નાથે મળ તુટું ” ૬૮ પાસવાનેએ પણ રાજાને ચડાવ્યું કે, “રાજન ! સમજી લે કે ગુજરાત પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારે આંગણે આવ્યું છે. માન કે, લક્ષમી તને ચાંલ્લો કરવા આવી છે.
"ता गिव्ह तुम्हं एयं भंडारो होइ तुह जहा पोढो। ___ संभाविज्जइ णाणं एकाए दवकोडीए ॥७०॥"
રાજન ! આ સંઘને લૂંટી લે, તારે ખજાનો છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.
१. प्रतिवर्ष जीवरक्षा अशीत्यहमशीत्यहम् । यस्योपदेशात् सिद्धेशः ताम्रपत्रेवलीलिखत् ॥१०॥
(-પ્રાકૃત દયાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, ન્યાયકંદલીપજિકા પ્રશસ્તિ) ૨. રાજા રાજ્યના કેવળ મનુષ્યોને જ નહીં પણ સઘળાં પ્રાણીઓને રક્ષક બને છે ત્યારે તેનું રાજ્ય બહુ તપે છે. રા'ખેંગાર, રાજા સિદ્ધરાજ, રાજા કુમારપાલ, બાદશાહ અકબર, કચ્છનરેશ અને મેરબીનરેશ વાઘજી ઠાકોર વગેરે અનેક દાખલાઓ એ અંગે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org