________________
૩૨૬ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ 1 પ્રકરણ
સુવ્રયચરિય” પ્રશસ્તિ, સં. ૧૧૯૩; આ૦ જિનપ્રભસૂરિ કૃત “વિવિધતીર્થકલ્પ” સં. ૧૩૨૭ થી ૧૩૮૬ મહો. પાધ્યાય ભાવવિજયગણિકૃત “અંતરીક્ષતીર્થમાહાભ્ય” સં.
૧૭૨૫પિટર્સનને રિપટ, પૃ. ૧૦, ૧૧, ૮૯, ૯૬) ૨. આ૦ હેમચંદ્રસૂરિ–તેઓ આ અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે ગુજરાતના રાજા સિદ્ધરાજ અને કુમારપાલના સમયે જૈનશાસનમાં આ૦ હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. માલધારી આ૦ હેમચંદ્રસૂરિ એ સૌમાં ઉમ્મરથી મેટા હતા. શાંત અને પ્રભાવક હતા.
આ અભયદેવસૂરિના ઉપદેશથી મહામાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામે ત્યારે લાખની મિલકત, રૂપાળી સ્ત્રીઓ-પત્નીએ, સાહ્યબી અને મંત્રીપદને છોડી દઈ દીક્ષા લીધી અને શાસ્ત્રો ભણી-ગણીને ગુરુમહારાજના હાથે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, તે જ અંતે મલધાર હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા.
આ હેમચંદ્રસૂરિ સ્વભાવથી જ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવન ઘટનાઓ અને ગ્રંથમાં તેમના આ ગુણોની ઝળક મળે છે. તેઓ વધુ પ્રમાણ માં ઉપમિતિભવપ્રપંચા-કથાનું વ્યાખ્યાન આપતા હતા, ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નસર્ગિક ગુણેથી આકર્ષાયે હતો. તે તેમના વ્યાખ્યાનમાં પિતાના પરિવાર સાથે ઘણી વાર જતો હતો અને ચિત્તને સ્વસ્થ બનાવી વ્યાખ્યાન સાંભળતો હતો. તેમના દર્શન માટે અવારનવાર આવતો હતો. આલાપ-સંલાપ પણ કરતો હતો અને કઈ કઈ વાર આચાર્યશ્રીની રાજમહેલમાં પધરામણી પણ કરાવતે હતો.
રાજાએ એક વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધરાવ્યા. ઊંચે બેસાડી ડાભ વગેરે વસ્તુઓથી આચાર્યશ્રીની ત્રણ વાર આરતી ઉતારી અને આચાર્યશ્રીના ચરણમાં પડીને તેમને પંચાંગ નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org