________________
૩૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
સં. ૧૦૮૪ પછીને આ પ્રસંગ હતું. શ્રીસૂરાચાર્ય વાચનાચાર્ય પણ હતા. તેઓ શિષ્યને ભણાવતા હતા. તેમને એ ગર્વ હતો કે મારા શિષ્યોને મારા જેવા ઉચ્ચ કેટિના વિદ્વાન બનાવું. પણ સૌની બુદ્ધિ એકસરખી હોતી નથી. તેથી શિષ્ય અર્થનું બરાબર અવધારણ ન કરે તો આચાર્યશ્રી તેમને આઘાથી શિક્ષા કરતા. આ રીતે મારતાં મારતાં એઘાની દાંડી વારંવાર તૂટી જતી. આથી આચાર્યશ્રીએ એક શ્રાવક પાસે લેઢાની દાંડી લાવવા જણાવ્યું. આ દ્રોણાચાર્યને આ વાતની ખબર પડી ત્યારે તેમણે નેહથી શ્રીસૂરાચાર્યને જણાવ્યું: “લોઢાની દાંડી એ તે યમરાજનું શસ્ત્ર છે. સાધુને એ તે પરિગ્રહરૂપ છે. આથી એવી દાંડી ત્યાન્ય ગણાય. તું એવી ભૂલ કરીશ મા....'
શ્રીસૂરાચાર્યે નમ્રતાથી જવાબ વાળ્યો કે, “પૂજ્યશ્રી ! આપને હાથ મારા ઉપર છે તે મારામાં એવી નિર્દયતા આવવાની નથી. લેહદંડ બતાવવા માટે છે, મારવા માટે નહીં અને એ પણ મારા શિષ્યમાં મારા ગુણ ઊતરે એ માટે જ પ્રયત્ન છે.”
ગુરુજીએ કહ્યું : “વત્સ! તારામાં ક્યા ગુણે છે? ડું ભર્યો ત્યાં અભિમાન આવી ગયું ?”
સૂરાચાર્યે વિનમ્રપણે કહ્યું : “પ્રભ! મને ગર્વ નથી પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે, મારે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે કે જે સર્વ સ્થળે વાદીઓને જીતી લે, આપનું નામ વધારે અને જેને શાસનને ઉન્નત બનાવે.”
ગુરુ મહારાજે હસીને જવાબ આપે : “એછી બુદ્ધિવાળા શિષ્ય પાસેથી આવી આશા ન રખાય. તારે જૈનશાસનની ખરેખર પ્રભાવના કરવી જ હેય તો માળવામાં જઈ ભેજરાજાની પંડિતસભાને જીતી આવ.”
પિતાની વિદ્વત્તા માટે જેને આત્મવિશ્વાસ હતો એવા સૂરાચાર્યો ગુરુના આ ટેણાને આજ્ઞારૂપે વધાવી લીધો. તેમણે ગુરુને આશીર્વાદ માગતાં પ્રતિજ્ઞા કરી કે, હું જયાં સુધી ભેજરાજની પંડિતસભાને જીતી ન લઉં ત્યાં સુધી હું છ વિગયો ત્યાગ કરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org