________________
૩૧૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સૂરાચાર્યે કહ્યું કે, “આપની કૃપાથી સૌ સારાં વાનાં થશે.”
કવીશ્વર ધનપાલે સૂરાચાર્યને જણાવ્યું કે, “આપ ગુપચુપ મારે ત્યાં આવી જાઓ.”
બીજે દિવસે સવારે આઠ ચૂડસરસ્વતીના ચૈત્ય અને ઉપાશ્રયની ચારે તરફ જોડેસવારની પાકી ચકી મુકવામાં આવી. ઊપરી ઘોડેસવારે આ ચૂડસરસ્વતીને જણાવ્યું કે, ભેજરાજા સૂરાચાર્યને વિજયપત્ર આપવા બોલાવે છે તો તેમને સત્વર મોકલે.”
સૂરાચાર્ય પરિસ્થિતિને પામી ગયા. તેઓ ખરેબપોરે પ્રચંડ ગરમીમાં સુભટો ઓળખી ન શકે એ રીતે મેલું અને ફાટેલું વસ્ત્ર પહેરી હાથમાં ઘડે લઈ કવીશ્વરને ઘેર ચાલ્યા ગયા. કવિએ પોતાના ઘરના ભેંયરામાં તેમને છુપાવી રાખ્યા. તે પછી કવીશ્વરને જીવ હેઠે બેઠે કે, હવે આચાર્ય બચી જશે. કવીશ્વરે એક પાનના વેપારીને દશ સોનામહોર આપી તેની સાથે આચાર્યશ્રીને ગુપ્તવેશમાં ગુજરાત તરફ મેકલી દીધા. આ ઘટના સં૦ ૧૦૮૪ પછી બની હતી.
આ તરફ ધારામાં સુભટેએ ત્રીજો પહેર થતાં એક પુષ્ટ દેહવાળા સાધુને પકડીને ભેજરાજાની સભામાં હાજર કર્યો. ભેજરાજા એને જોઈ આભે જ બની ગયેલ અને તેને સમજાઈ ગયું કે ગુજરાતી સાધુ મારી સભાને જ નહીં પણ મારી ચાલાકીને પણ જીતી ગયો છે.
રાજા ભીમદેવને આ સમાચાર મળતાં જ શ્રીદ્રોણાચાર્ય અને કેટલાક રાજપુરુષ શ્રીસૂરાચાર્યની સામે ગયા. પિતાને શિષ્ય હેમખેમ પાછો આવી રહ્યો છે એ સમાચારે ગુરુજીને અપાર આનંદ થઈ રહ્યો હતો. શિષ્ય દૂરથી આવતા ગુરુજીને જોયા અને હાથ જોડ્યા. નજીક આવીને તે ગુરુજીના ચરણમાં નમી પડ્યા. દ્રોણાચાર્યે શિષ્યના માથે હાથ ફેરવતાં કહ્યું: “પુત્ર ! મારી આશા સફળ થઈ છે. તારી માતાની આશા તે પૂર્ણ પૂરી કરી છે. તારા આવવાના સમાચારથી સંઘમાં આનંદ વતી રહ્યો છે.”
સૂરાચાર્ય નમ્રતાથી કહ્યું : “ભગવદ્ ! હું ઉતાવળે ઉતાવળે ધારામાં ગયો અને આપની કૃપાથી ભેજની સભાને જીતીને આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org