________________
૩૧૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એક સ્થાને એક કરી દેવા જોઈએ, એમ કરવાથી ઘરાકોને ભમવાનું દુઃખ ટળી જશે.”
ભેજરાજ : “સૌને જુદે જુદે માલ જોઈતા હોય છે, તે જ એક સ્થાને એકઠા થઈ જાય તો મટી ગરબડ મચી જાય. આથી જરૂરિયાત મુજબ જુદી જુદી દુકાને ગોઠવેલી છે. શહેરની વ્યવસ્થા જાળવવા માટે પણ એમ કરવું બહુ જરૂરી છે.” - આચાર્ય : “હે રાજન! પ્રજાની ભિન્ન ભિન્ન રુચિને પૂરી કરવા માટે જેમ જુદી જુદી દુકાને ગોઠવી છે તેમ અલગ અલગ ધર્મવ્યવસ્થા પણ જરૂરી છે. એને નાશ કયી રીતે ઈષ્ટ ગણાય? જૂઓ, સાંભળે–
‘દયાપ્રેમી હોય તે જૈનધર્મ પાળે, ખાવા-પીવાને શોખીન કૌલધર્મ ને સેવે, વ્યવહારને ઈચ્છનાર વેદોને માને અને મોક્ષ મેળવવાની ઈચ્છાવાળે નિરંજનદેવની ઉપાસના કરે.” - “આવા માનવસંસ્કારો ચિરકાળથી જામેલા છે. તે સ્વાભિમાની માનવી પિતે માનેલા દર્શનને એકદમ કેમ છેડી શકે?”
રાજાએ આચાર્યશ્રીની યુક્તિથી સંતોષ માન્યો અને બધા ધર્મા ચાર્યોને છોડી દીધા. ધારાનગરમાં સૌ કોઈ આચાર્યશ્રીની પ્રતિભાથી પ્રભાવિત થયા.
એકવાર આચાર્યશ્રી ધારાના સંસ્કૃતવિદ્યાલયમાં ગયા. ત્યાં ભેજવ્યાકરણને અભ્યાસ ચાલતો હતો. તેમાં આ પ્રકારે મંગલાચરણ કરેલું હતું—
"चतुर्मुखमुखाम्भोजवनहंसवधूर्मम ।
માનો રમતાં નિત્યે સર્વશ્રી સરસ્વતી !” આચાર્ય આ શ્લેક સાંભળીને કહ્યું, ‘માળવામાં શું આવા વિદ્વાને વસે છે ? સૌ કોઈ સરસ્વતીને કુમારી, બ્રહ્મચારિણી માને છે જ્યારે આ શ્લેકમાં તેનું વધૂરૂપે વર્ણન કર્યું છે તે આશ્ચર્ય છે. દક્ષિણીઓ મામાની પુત્રીને પરણે છે, સૌરાષ્ટ્રવાસીઓ ભાભીને પણ પરણે છે તેમ માળવામાં શું પારકી સ્ત્રી માટે માન છે રમતાં મમ એવી છૂટ છે? ખરેખર, આ શ્લેક માળવાની વિશેષતા દર્શાવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org