________________
આડત્રીસમું ] આ સર્વ દેવરિ
૩૧૫ ગુરુએ સૂરાચાર્યની પીઠ થાબડી “શાબાશ કહી માથે હાથ મૂકીને આશીર્વાદ આપે.
આ તરફ ભેજરાજે તેમની ગાથાના ઉત્તરદાયક શ્રીસૂરાચાર્યને માળવા બેલાવવા દૂત મોકલ્યું. તે રાજા ભીમદેવ પાસે આવીને શ્રીસૂરાચાર્યને મેકલવા વિનંતિ કરી.
શ્રીસૂરાચાર્યને ગુરુના આશીર્વાદ ઉપર આ કહેણ ઈષ્ટાપત્તિ જેવું લાગ્યું. તેમણે ધારા તરફ પ્રયાણ કર્યું. ભેજરાજે શ્રીસૂરાચાર્યને હાથી ઉપર બેસાડી ધારામાં પ્રવેશ કરાવ્યું. તેઓ જિનમંદિરમાં દર્શન કરી ચૈત્યવાસી આચાર્ય ચૂડ સરસ્વતીના ઉપાશ્રયમાં આવી ઊતર્યા.
એક દિવસે ભેજરાજને જુદાં જુદાં દર્શનના વિવિધ વિધાને જોઈ તેઓને એક કરવાનું સૂઝયું. તેણે યે દર્શનના તેમજ ઉપદર્શનેના હજારેક ધર્માચાર્યોને બોલાવી એક વાડામાં પૂર્યા અને જણાવ્યું કે, તમે સૌ જુદે જુદે ધર્મવિધિ બતાવી જનતાને ભ્રમમાં નાખે છે તે તમે સૌ મળીને એક એવું દર્શન બનાવે કે જનતાને ભ્રમણ ન રહે. તમે આવી વ્યવસ્થા કરશે તે જ અહીંથી છૂટી શકશે.” - સૌએ મળીને શ્રી સૂરાચાર્યને આ વાતની જાણ કરી અને તેમને વિનંતિ કરી કે, “ગુજરાત એના વિવેક અને વ્યવહારકુશળતા માટે
ખ્યાત છે, આપ ગુજરાતના વિદ્વાન છે, બુદ્ધિમાન છે તે એ ઉપાય જે કે રાજવીની આવી જીદ્દ મટે.” શ્રીસૂરાચાર્યે તે ધર્માચાર્યોને આશ્વાસન આપ્યું અને તેઓ ભેજરાજને મળ્યા.
આચાર્ય : “રાજ! તેં આ પંડિતને વાડામાં પૂર્યા છે તેથી મને બહુ દુઃખ થાય છે. હું ગુજરાત તરફ જવાને તારી અનુજ્ઞા લેવા આવ્યો છું. ત્યાં જઈને આ ઘટના વિશે હું રાજા ભીમદેવને જણાવીશ.”
ભેજરાજ: “તમે અમારા અતિથિ છે તેથી હું તમને કંઈ પણ કહી શકું તેમ નથી, પણ તમે એ વાત મને સમજાવે કે આ દર્શને જુદાં જુદાં કેમ છે?
આચાર્યઃ “રાજન ! ધારાનગરમાં ૮૪ પ્રાસાદ, ૮૪ ચૌટાં, ૮૪ બજાર વગેરે અલગ અલગ કેમ છે ? તમારા હિસાબે તે એ દરેકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org