________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આપી મારું કુળ અજવાળે અને આપનું નામ દિપાવે એવું ઘડતર કરજે. આચાર્યશ્રીએ શેનને દીક્ષા આપી અને ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો.
પં. ધનપાલે જ્યારે શોભનની દીક્ષાને પ્રસંગ સાંભળે ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મુંજરાજ અને ભેજરાજ પાસે જઈને કહ્યું: “જૈન સાધુએ શાંતિના બહાના હેઠળ કુમળા બાળકોને ફોસલાવીને લઈ જાય છે” એમ સમજાવી રાજ-આજ્ઞા દ્વારા માળવામાં જૈન વેતાંબર સાધુને વિહાર બંધ કરાવ્યું. ધારાનગરીના જૈનસંઘે આ૦ મહેન્દ્રસૂરિને આ ખબર પહોંચાડી.
શોભન મુનિને આ ઘટનાની જાણ થતાં એમણે વિચાર કર્યો કે, મારા કારણે આ કપરી ઘટના બની છે તે તેના નિવારણનો ઉપાય પણ મારે જ કરે જોઈએ. તેઓ વાચનાચાર્ય બન્યા પછી ગુરુની આજ્ઞા મેળવીને ધારાનગરીમાં પધાર્યા. તેમના શિષ્ય કવિ ધનપાલને ત્યાં ભિક્ષા અર્થે ગયા. તેમના ઘરમાં ત્રણ દિવસનું દહી હતું. દહીમાં ત્રસ જીવો ઉત્પન્ન થઈ ગયા છે એમ જણાવી દહી લેવાની ના પાડી. કવિ ધનપાલે ત્યાં નજીક આવી પૂછ્યું: “આમાં જ કયાં દેખાય છે? | મુનિઓએ ધનપાલને અળતાને ભૂકે મંગાવવા જણાવ્યું. એ ભૂકો દહી ઉપર ભભરાવ્યું. દહીમાં ઉત્પન્ન થયેલા જીવ ઉપર તરી આવ્યા તે બતાવ્યા. ધનપાલને મુનિઓ ઉપર શ્રદ્ધા બેઠી. તેને જેના સિદ્ધાંત વિજ્ઞાનસિદ્ધ હવા માટે વિશ્વાસ ઉત્પન્ન થયો. તેઓ બપોરે શોભન મુનિ પાસે આવ્યા. તેમને નમસ્કાર કરીને જેના ત્યાગની પ્રશંસા કરી, જેન સિદ્ધાંતે વિશે વિશેષપણે જાણવાની ઈચ્છા દર્શાવી.
વા. શોભને તેને સુદેવ કુદેવ, સુગુરુ-કુગુરુ, સુધર્મ-કુધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેને સાચે જેન બનાવ્યું. એ પછી કવિએ રાજાને સમજાવી, જૈન સાધુઓને માળવામાં વિહાર કરવાની છૂટ અપાવી. કવિ આ મહેન્દ્રસૂરિને ધારામાં મહત્સવપૂર્વક લઈ આવ્યું ને તેમણે જૈનધર્મનું સર્વતોમુખી જ્ઞાન પ્રાપ્ત કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org