________________
૩૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ
૩૯ આ૦ રવિપ્રભસૂરિ–તેમને આ સર્વ દેવે આચાર્ય પદવી આપી હતી.
૪૦. આ રત્નસિંહસૂરિ—તેમને સૈદ્ધાંતિક આ મુનિચંદ્રસૂરિએ આચાર્યપદવી આપી હતી.
૪૧. આ વિનયચંદ્રસૂરિ–તેમણે ચોવીશ તીર્થકરોનાં ચરિત્રે, વીશ પ્રબંધે, સં. ૧૨૮૫ માં “પાર્શ્વનાથચરિત્ર', સં. ૧૨૮૬ માં
મલ્લિનાથચરિત્ર', તે પછી “મુનિસુવ્રતચરિત્ર” સર્ગઃ ૮, આ૦ અપભદિસૂરિની “કવિશિક્ષા ના આધારે “કવિશિક્ષા” વગેરે ગ્રંથ રચ્યા છે, જેમાં ભારતના ૮૪ દેશેની માહિતી આપી છે. તેમણે કઠુલીવાલગચ્છના આ ઉદયસિંહે સં૦ ૧૨૮૬ માં રચેલી “ધર્મ વિધિ-વૃત્તિનું સંશોધન કર્યું હતું. સં. ૧૩૨૫ માં “કપદુર્ગપદ નિરુક્ત સં૧૩૪૫ માં “દીપાલિકાક૯૫, નેમિનાથ ચતુષ્પાદિકા (પાઈ ૪૦), આનંદસંધિ, ઉપદેશમાલાકથાનક છપય’ વગેરે ગ્રંથ રચેલા છે.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૧૨૭) આર મહેન્દ્રસૂરિ અને વાચનાચાર્ય શોભન
આ મહેંદ્રસૂરિ ચંદ્રગચ્છના હતા. પ્રાસુક વસતીમાં ઊતરનારા વિહરૂક આચાર્ય હતા. તેઓ વિદ્વાન હતા. તેમની ઉપદેશશક્તિ અમાઘ હતી. તેઓ અંગવિજા અને ચૂડામણિશાસ્ત્રના જાણકાર હતા. બીજી રીતે પણ તેઓ નિઃસ્પૃહ હતા. એક વેળા તેઓ વિહાર કરતા કરતા ધારાનગરીમાં પધાર્યા.
મધ્ય ભારતના સાંકાશ્ય નગર પંડિત દેવર્ષિ, જે ધારામાં આવીને વસ્યો હતો, તેણે પિતાનું ધન ગુપ્તરીતે ભૂમિમાં દાટી રાખ્યું હતું. તેને પુત્ર સર્વ દેવે તે ધનની ભાળ મેળવવા પ્રયત્નશીલ હતે. સર્વદેવ બ્રાહ્મણ ધર્મને ઉપાસક હતું, છતાં વિદ્વત્તા, ત્યાગ, સત્યવાદિતા અને વિશિષ્ટ જ્ઞાનશક્તિના કારણે જૈન મુનિઓ પ્રતિ તેને આકર્ષણ હતું. તેને ધનપાલ અને શોભના નામે બે વિદ્વાન પુત્ર હતા.
ધારામાં આવેલા આ૦ મહેન્દ્રસૂરિની વિદ્વત્તા વિશે તેણે જોયું. ચૂડામણિશાસ્ત્રના જાણકાર તે આચાર્યશ્રી પાસે સર્વદેવ ગયે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org