________________
આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ
૩૦૯ એકાંતમાં તેમને વિનંતિ કરી કે, “મારા પિતાએ મારા ઘરમાં ધન દાટેલું છે આપ કૃપા કરીને મને એ સ્થાન બતાવશે તે મને ભારે આનંદ થશે. એ ધનમાંથી આપને અડધું ધન આપીશ. આપને પણ લાભ થશે.”
ગુરુએ જણાવ્યું કે, “તારા ઘરની સઘળી વસ્તુઓમાંથી હું માનું તે અડધું તારે મને આપવું.” પંડિતે તે કબૂલ કર્યું અને આચાર્ય મહારાજે બતાવેલા સ્થાનમાંથી પુષ્કળ ધન મેળવ્યું. તે આચાર્યશ્રીને ધન દેવા માટે ગયે પણ આચાર્યશ્રીએ ધન લેવાની ના પાડી ને જણાવ્યું કે, “તારે આપવું હોય તે ઘરની વસ્તુઓ પૈકી તારા બે પુત્રોમાંથી મને એક પુત્ર આપ.”
આ સાંભળી પંડિત વિમાસણમાં પડી ગયે, પણ તેણે પિતાની કબૂલાત પાળવા માટે બંને પુત્રોને એક પછી એક બોલાવી જણાવ્યું કે, ‘તું આચાર્યને શિષ્ય બની મને ઋણમાંથી છોડાવ–મને આ સંકટમાંથી મુક્ત કર.”
પિતાનું આ વચન સાંભળી ધનપાલ ધમધમી ઊઠડ્યો. તેણે ઉત્તર વાળ્યું કે, “પિતાજી! હું બ્રાહ્મણને પુત્ર છું, ભૂદેવ છું, મુંજરાજને માનીત અને ભેજરાજને મિત્ર છું. હું જૈન સાધુ બનું એ ત્રણે કાળમાં બનવાનું નથી. તમારું તમે જાણો. આ વાત મને પૂછશે નહીં.”
બીજો પુત્ર શનિ પિતાજીને ખૂબ વહાલે હતો. પિતા તેને આપવા નાખુશ હતા. આમ છતાં તેમણે શોભનને પૂછ્યું ત્યારે શુંભને એ વાતને સહર્ષ સ્વીકાર કરતાં જણાવ્યું : “પિતાજી! હું જૈન સાધુ થવાને તૈયાર છું. આપની આજ્ઞા માથે ચડાવું છું. મને ગુરુજીના ખેાળામાં બેસાડે, હું તેમને ભક્ત બનીશ. મારું જીવન પવિત્ર પણે ગાળીશ.”
બસ, પંડિતજીની આશા ફળીભૂત થઈ. તેઓ ભનને લઈને ઉપાશ્રયે ગયા અને આચાર્યશ્રીને શેભન અર્પણ કર્યો. તેમણે ગળગળા અવાજે આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “મહારાજ! આ મારે પુત્ર મને ખૂબ વહાલે છે. આપને પણ પ્રિય લાગે એવું છે. તેને દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org