________________
સાડત્રીશમું ] આ દેવસૂરિ
ર૭૫ આબૂ તીર્થ–
नागेन्द्र-चन्द्र-निर्वृति-विद्याधरप्रमुखसंघेन । अर्बुदकृतप्रतिष्ठो युगादिजिनपुङ्गवो जयति ॥
(–વીર વંશાવલી, વિવિધગચ્છીય પટ્ટાવલી, પૃ. ૧૮૮) આબૂ પર્વત પર દેલવાડા, એરિયા અને અચલગઢમાં જૈન દેરાસરો છે. દેલવાડામાં પાંચ દેરાસરે છે. તેમાં વિમલવસહી અને લુણિગવસહી મુખ્ય છે. પાંચે મંદિરે ભવ્ય અને વિશાળ છે. તે તીર્થસ્થાન મનાય છે. આબૂના રાજાઓએ અવારનવાર ફરમાને બહાર પાડી દેલવાડાનાં દેરાસરને કરમુક્ત જાહેર કર્યા છે. ૧. વિમલવસહી (વિમલવસતિ) – | ગુજરાતના મહામાત્ય વીરને (૧) નેઢ, (૨) વિમલ અને (૩) ચાહિલ એમ ત્રણ પુત્રો હતા, તે પૈકી વિમલ ભારે બહેશ હતો. તે અમેઘ બાણાવલી હતે. પુખ્ત વયે તે રાજકારણમાં પડ્યો અને તે સર્વપ્રથમ સેનાપતિ બન્યું. તેણે પિતાની જિંદગીનાં છેલ્લાં વર્ષો શાંતિ માટે ચંદ્રાવતીમાં વીતાવ્યાં. ત્યાં વિદ્યાધરગચ્છના જાલીહર શાખાને આ૦ ધર્મઘોષને ચતુર્માસ કરાવ્યું. તેમનું વ્યાખ્યાન સાંભળીને ને યુદ્ધમાં લાગેલાં પાપનું તેણે પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે, “તું આબૂ તીર્થનો ઉદ્ધાર કર. તું એ માટે સમર્થ છે. એમ કરવાથી તારા પાપોની શુદ્ધિ થશે.”
એ પછી તેણે અંબિકાની આરાધના કરી ત્યારે અંબિકાએ પ્રસન્ન થઈ વર માગવા કહ્યું. મંત્રીએ જણાવ્યું : “મને પુત્ર પ્રાપ્ત થાય અને આબૂ તીર્થને ઉદ્ધાર કરવાનું સામર્થ્ય મળે. દેવીએ કહ્યું: “તારી બે મહેચ્છાઓમાંથી એક જ પૂરી થઈ શકશે, માટે એ બેમાંથી એકની માગણી કર.” વિમલ મંત્રીએ પિતાની પત્ની શ્રીદેવી સાથે વિચાર કરીને તીર્થોદ્ધાર કરવાની માગણી કરી. અંબિકા તથાસ્તુ” કહીને અંતર્ધાન થઈ ગઈ
મંત્રી વિમલે રાજા ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦), આબૂના રાજા ધંધૂક (સં. ૧૦૮૦) અને મેટાભાઈ નેટની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org