________________
સાડત્રીસમું ] આ દેવરિ
૨૭૩ મહત્સવ કર્યો હતે. તેઓ વ્યાકરણ, સાહિત્ય, છંદ પિંગલ અને આગના વિદ્વાન હતા, ગુણવાળા હતા અને ત્રિભાવિયા શાખાના પ્રભાવક હતા.
એ સમયે સારંગદેવ રાજા હતા અને ગુંદીને સૂબે ઠાકુર સાધુ હતે. એ સૂબાને મંત્રી શેઠ હેમચંદ જૈન હતે. શેઠ હેમચંદે સં. ૧૪૪૭ માં આ ધર્મપ્રભના હાથે શ્રીચંદ્રપ્રભના જિનપ્રસાદની પ્રતિષ્ઠા કરાવી અને આચાર્યશ્રીને ચોમાસુ રાખી તેમની પાસે કલ્પસૂત્ર” સાંભળ્યું તથા શ્રીચંદ્રપ્રભના જિનપ્રાસાદમાં મહાવીરસ્વામીને જન્માભિષેક–મહોત્સવ કર્યો.
૨૦. આ ધમશેખર–તે મિષ્ટભાષી હતા. તેમની વ્યાખ્યાનકળા આકર્ષક હતી.
૨૧. આ ધર્મસાગર–તેમને રાજા અને રાણાઓ બહુમાન આપતા હતા. તેમની શિષ્ય પરંપરામાં (૨૨) આ વિમલપ્રભ, (૨૩) સૌભાગ્યસૂરિ શિષ્ય (૨૪) રાજસાગર થયા. પં. રાજસાગરજીએ સં. ૧૬૪૭ માં થરાદમાં ‘પ્રસન્નચંદ્રરાસ”, સં. ૧૬૭૨ જેઠ વદ ૦)) થરાદમાં “લવ-કુશરાસ” બનાવ્યા છે.
૨૨. આ ધર્મવલ્લભ. ૨૩. આ ધર્મવિમલ. ૨૪. આ ધમહષ-સં. ૧૬૭૦.
આ શાખાના યતિઓ માટે ભાગે થરાદ, પિમ્પલકનગર અને સાર તરફ વિચરતા હતા.
૨. પિપ્પલકચ્છની પટ્ટાવલી શિલાલેખે, પ્રતિમાલેખે, ગ્રંથપ્રશસ્તિઓ વગેરેના આધારે પિમ્પલકગચ્છના જૂદા જૂદા આચાર્યોનાં નામે નીચે મુજબ છે—
આ૦ વીરદેવસૂરિ–(સં. ૧૪૧૪ થી ૧૫૦૩) તેમની પાટે ત્રણ આચાર્યો થયા.
૧. આ૦ સુમતિપ્રભ–સં. ૧૪૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org