________________
સાડત્રીસમું 1
આ॰ દેવરિ
૨૭૭
કારણે મંદિરનું શિખર નાનું બનાવ્યું. તેમાં રંગમંડપ, દેરીઓ અને છતમાં મેાટી મેટી ગુમ્મો ઉતારી છે. છતામાં મનુષ્ય-સ્ત્રી, પશુપક્ષી, દેવ-દેવી, હંસવાહિની સરસ્વતી, અભિષેક કરાવતી લક્ષ્મી, ગજવાહિની, પાંચ કલ્યાણકા, ચૌદ સ્વપ્ના, છપ્પન દિકુમારી ઉત્સવ, અભિષેક, દીક્ષાના વરઘેાડા, લોચ, કાયાત્સગ ધ્યાન, સમવસરણુ, ત્રણ ગઢા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, અયેાધ્યા, તક્ષશિલા, ભરતખાડુંઅલિનાં છ યુદ્ધો, દીક્ષા, ભ॰ શાંતિનાથને મેઘરથના ભવ, ભ૰ નેમિ નાથની જાન, વિવાહ, નેમિજીવનચરિત, આર્દ્રકુમારના ગજઉપદેશ, નમસ્કારમુદ્રા, ચૈત્યવંદનમુદ્રા, કાયાત્સ મુદ્રા, પંચાંગ નમસ્કાર, અષ્ટાંગ પ્રણિપાત, પૂજાથે ગમન, ફૂલમાળા, ગુરુજી, ગુરુવંદન, ગુરુ ભક્તિ, ગુરુઉપદેશ, વ્યાખ્યાનસભા, ઠવણી, અવનતમુદ્રા, વાસક્ષેપદાન, કૃષ્ણજીવનની ઘટનાઓ, નાગ-નાગિણી, કાલીય અહિદમન, ચાણુરમદ્યયુદ્ધ, નૃસિંહાવતાર, શેષશશયન વગેરે અનેક ઘટનાઓ આરસમાં કાતરીને ગેાઠવી છે. આરસને એવી રીતે કંડાર્યા છે કે, તે જોનારને જાણે કાતરેલા કાગળ જ લાગે. તેની નકસી એવી ઝીણુવટવાળી છે કે, સારામાં સારે ચિત્રકાર પણ તેની નકલ ન કરી શકે. આકૃતિઓ પણ હૂમડું ઉતારેલી લાગે છે. જાણે અજોડ ભારતીય કળાશિલ્પ-આકૃતિશાળા ઊભી કરેલી જોવાય. આ મંદિર તૈયાર કરવામાં એ સમયે ૧૮,૫૩,૦૦,૦૦૦ રૂપિયાના વ્યય થયા હતા. આ કાર્ય તૈયાર થવામાં ત્યાંને ક્ષેત્રપાલ વાલીનાહ અડચણા ઊભી કરતા હતા. મંત્રીએ તેને નૈવેદ્ય ધરાવીને સાત્ત્વિક બળથી અનુકૂળ કર્યાં હતા.
મત્રી વિમલે ભ॰ ઋષભદેવની પિત્તલની ભવ્ય પ્રતિમા તૈયાર કરાવી તેને મૂળનાયકના સ્થાને સ્થાપન કરી અને ભ॰ ઋષભદેવની જે પ્રાચીન પ્રતિમા જમીનમાંથી નીકળી હતી તેને ભમતીની ૨૦મી દેરીમાં સ્થાપન કરી.
મત્રી વિમલે આ પ્રતિષ્ઠા માટે ચાર સંઘને આમત્રણ આપ્યુ ત્યારે જૈન સમાજમાં ચૈત્યવાસ ચાલુ હતેા. નાગે, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર એ ચારે ગચ્છ તથા તેના પેટાગચ્છના આચાયો એકત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org