________________
૨૯૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ અહીં ૫૦ રૂપવિજયજી ગણીએ સં. ૧૮૮૮ ના માહ સુદિપને સેમવારે પ્રતિષ્ઠિત કરેલું ગુરુમંડલ છે, જેમાં વચ્ચે જંબુસ્વામીની અને આઠ દિશાઓમાં આ૦ વિજયદેવસૂરિ વગેરે આઠ પટનાયકેની પાદુકાઓ છે. ૨. શ્રીષભદેવનું મંદિર– - અમદાવાદના શેઠ શાંતિદાસ શ્રીમાલીએ આ મંદિરના મૂળનાયક ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરેલી છે. ભમતીમાં ૨૪ દેરીઓ છે. અહીં સરસ્વતી તથા ચકેશ્વરીની મૂર્તિઓ પણ વિદ્યમાન છે. ૩. શ્રી કુંથુનાથનું મંદિર
તપાગચ્છના આ લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧પ૨૩ ના વૈિશાખ સુદિ ૮ ના રોજ અંજનશલાકા કરેલી ભ૦ કુંથુનાથની મનહર ધાતુ પ્રતિમા મૂળ ગાદી ઉપર વિરાજમાન છે. સંભવ છે કે, આ દેરાસર સં. ખેતા શાહે બંધાવ્યું હોય.
અહીં પાસે જ જેન કારખાનું-સંઘની પેઢી છે. તેમાં ગાદીની છત્રી પાસે અશ્વારોહી ત્રણ મૂર્તિઓ છે, જે ડુંગરપુરમાં બનેલી છે. તેમનું વજન રા મણ છે અને કીમત ૧૦૧ મહમૂદી લાગેલી છે. તેમાં એક કલંકીના પુત્ર ધર્મરાજા દત્તની છે, જેને ચૌમુખજીના ભક્ત શાક પન્નાના પુત્ર શાર્દુલે સં૧૫૬૬ ના માગશર સુદિ ૧૫ના રેજ બનાવેલી છે. બીજી બે મૂર્તિઓ સિનેહીના રાજા જગમાલની છે, જેને સિરોહીના દેરાસરના પૂજારીએ સં. ૧૫૬૬માં બનાવી છે. ૪. શ્રી શાંતિનાથનું મંદિર (કુમારવિહાર) –
અચલગઢની તળેટીનું અચલેશ્વરનું મંદિર તથા અચલગઢની પગથીની જમણી બાજુની ટેકરી પરનું રાજા કુમારપાલનું મંદિર– આ બંને અંગે જુદા જુદા છતાં એક સૂચનાવાળા અને અનેક ઐતિહાસિક ઉલ્લેખ મળે છે, જેમાંથી બે મુદ્દાઓ તારવી શકાય છે – મંદિરની ભવ્યતા અને વિશાળતાની સાથે સાથે આબનાં મંદિરોની પરંપરા ઊતરી આવી છે.
આ રીતે રાણકપુર જેનું મોટું તીર્થધામ છે. (જૂઓ, પ્રક. ૪૫, ૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org