________________
૨૯૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ પ્રતિમા લાવીને કુમારવિહારમાં સ્થાપન કરી. " (–અંચલગચ્છીય વાવ વિનયશીલરચિત “અબુ દત્ય
પરિપાટીસ્તવન” ઢાળ ૫, ગાથા : ૬ થી ૧૨) અચલેશ્વર અને કુમારવિહાર અંગેના આ ઉલ્લેખો પાલનપુરને ઈતિહાસ સર્જે છે, પણ તે બંનેમાં વાસ્તવિક ઘટના ક્યી છે તે એ વિષયના અભ્યાસીઓ જ નિર્ણય લાવે એ ઈચ્છવાયેગ્ય છે.
કુમારવિહાર આજે અચલગઢમાં ભ૦ શાંતિનાથના દેરાસર તરીકે વિદ્યમાન છે. અહીં મૂળનાયકની ગાદી ઉપર પ્રથમ ભ૦ નેમિનાથની પ્રતિમા હતી. સં. ૧૩૮૦ પછી ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા હતી અને આજે ભ૦ શાંતિનાથની પરિકરવાની પ્રતિમા વિરાજમાન છે.
આ જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં આ૦ સેમસુંદરસૂરિએ “અબ્દક૯પમાં તથા આ૦ જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૫૫માં રચેલી “તીર્થમાલામાં અહીં ભ૦ મહાવીર સ્વામીનું મંદિર બતાવ્યું છે અને સં. ૧૮૭૯માં રચાયેલી એક અપ્રગટ તીર્થમાળામાં અહીં ભ૦ શાંતિનાથનું ચૈત્ય દર્શાવ્યું છે એટલે સમજી શકાય કે, કુમારવિહારમાં મૂળનાયક જિનપ્રતિમાઓને ઉપર મુજબ ફેરફાર થતો રહ્યો હતો.
દર્શનીય સ્થળ અને તીર્થો–આબૂ ઉપર જેન-અજૈન તીર્થ ધામે વિદ્યમાન છે. ઘણાં દર્શનીય સ્થાન વગેરે છે, તે આ પ્રમાણે છે –
વિમલવસહી, લુણગવસહી, દેલવાડાનાં જૈન મંદિર અને અચલગઢનાં જૈનમંદિરે, ગુરુશિખર, અચલેશ્વર મહાદેવ, મંદાકિની કુંડ, ભતુંહરિગુફા, ગેપીચંદગુફા, કેટેશ્વર, શ્રીમાતા-કન્યાકુમારી, રસિ વાલમ, નેલગુફા, પાંડવગુફા, અબુદાદેવી (અંબિકાદેવી-અધરદેવી), પાપકટેશ્વર, રઘુનાથ મંદિર, ચંપાગુફા, રામઝરુખો, હસ્તિગુફા, રામકુંડ, ગેરક્ષિણદેવી, વશિષ્ઠાશ્રમ, ગેમુખીગંગા, ઋષિકેશ, દૂધવાવડી, નખીતળાવ, ટેડરેક, શ્રાવણ-ભાદર, અચલગઢનો કિલ્લે, હરિશ્ચન્દ્રગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, ભીમગુફા, ગુરુશિખર, ટ્રેવર તળાવ, કૅગ પિઇટ, મૌનબાબાકી ગુફા, સંતસરોવર, નક, સનસેટ પોઈંટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org