________________
સાડત્રીસમું ]
આ દેવસૂરિ (૧) આરસનું મંદિર-સંભવ છે કે મંત્રી વિમલ શાહના ભાઈના વંશજોએ આ તીર્થની સ્થાપના કરી હોય. ભવ્યતા, કલા અને કેરણીમાં આ મંદિર વિમલવસહીના દેરાસરની યાદ કરાવે છે. દીવાલમાં તીર્થકરે, ગુરુમહારાજે, દેવ-દેવીઓ, શેઠ-શેઠાણુઓની મેટી મેટી મૂર્તિઓ કોતરેલી છે. મંદિરના થરોમાં પણ વિવિધ ભાવનાં દશ્ય છે. મેઘરથ રાજાનું દાન, ૧૪ સ્વ, ગુરુદેવની વ્યાખ્યાનસભા, મુનિના હાથમાં દેરાવાળી તરાણી, હાથમાં મુહપત્તિ એમ વિવિધ ભાવે કંડારેલા છે.
આ મંદિર પાયાથી શિખર સુધી આરસનું બનેલું છે, જેમાં સં૦ ૧૨૧ આ. ચંદ્રસિંહસૂરિ, સં. ૧૩૪૬ને આ૦ પૂર્ણચંદ્રસૂરિ અને આ વર્ધમાનસૂરિના પ્રતિમાલેખે મળે છે. તેમજ સં. ૧પર, સં. ૧૫૫૬ ના તપગચ્છના આ ધર્મરત્નસૂરિ, આ૦ ઉદયસાગરસૂરિ, આ૦ હેમવિમલસૂરિના ઉપદેશથી દેરીઓના જીર્ણોદ્ધાર થયાના લેખો છે.
આ દેરાસરનું અસલ નામ “જગન્નાથપ્રાસાદ” છે. તેમાં પ્રથમ જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે હતી. તે પછી ગેડી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે હતી. તે જ પ્રતિમા આજે મુંબઈને ગડીજીના મંદિરમાં મૂળનાયક તરીકે વિદ્યમાન છે અને પૂજાય છે. મીરપુરનું આ મંદિર પ્રતિમા વિનાનું ખાલી છે.
(૨-૩) આરસના મુખ્ય મંદિરથી થોડી દૂર બે નાની ટેકરીઓ છે. તેની ઉપર બે નાનાં સાદાં મંદિરે છે, પણ તે મૂર્તિ વિનાનાં ખાલી પડેલાં છે. સંભવ છે કે, જોધપુરના ઓશવાલ દીવાને આ મંદિર બંધાવ્યાં હાય.
(૪) રસ્તા પર એક સાદું મંદિર છે, જે બીજા-ત્રીજા મંદિરે પહેલાં બન્યું હોય એમ લાગે છે.
આ રીતે મીરપુરમાં ચાર જિનાલયે છે. અહીંને વહીવટ સિરોહીની શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢી કરે છે. કલાપ્રેમી અને શાંતિના ઈચ્છુક માટે આ સ્થાન દર્શનીય છે.
(-પૂ૦ જયંતવિ૦ મકૃત “હમીચ્ચઢ’ પુસ્તિકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org