________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ બીજી રીતે પણ મંત્રી વિમલ શાહને અંબિકાદેવી પ્રસન્ન હતાં. એટલે તેણે આ મંદિરના ઘેરાવાના પ્રવેશ ભાગમાં જ ભ૦ નેમિનાથના મંદિરની અધિષ્ઠાયિકા તરીકે અંબિકાનું પણ ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજે અંબાજીના સ્થાનથી પ્રસિદ્ધ છે. દેવીના મૂળ સ્થાનમાં સત્તરેથયંત્ર–૧૭૦ ને વિજયયંત્ર છે. અસદુભૂત સ્થાપના છે. તેની ઉપર બનાવટી ખેાળું ચડાવેલું છે.
શ્રીમાલી વાણિયા, પિરવાલ વાણિયા અને જેનેનું આ પવિત્ર ધામ છે. હમીરગઢ–
આબૂની પૂર્વ દિશામાં જુદી પહાડી ઉપર આરાસણ તીર્થ છે તેમ આબૂ પહાડની પશ્ચિમ દિશામાં આબૂના ઢળાવમાં જ હમીર પુર તીર્થ છે. આ સ્થાન બહુ પ્રસિદ્ધ નથી. અહીં નાનાં મેટાં ચાર દેરાસરે છે. એક દેરાસરના એક પથ્થર ઉપર વિમલવસહીના નમૂનાની જ સુંદર કેરણી છે. કલાપ્રેમી અને શાંતિના ઈચ્છુક માટે આ સ્થાન આદર્શ છે. મંત્રી વિમલના ભાઈના વંશજોએ આ તીર્થની સ્થાપના કરેલી છે.
સિાહથી નિત્યમાં ૯ માઈલ દૂર, સિંદરથથી દક્ષિણ દિશામાં ૩ માઈલ દૂર અને અણુદરાથી ઈશાન ખૂણામાં ૧૩ માઈલ દૂર હમીરગઢનું સ્થાન આવેલું છે. હમીર દેવડાએ સં. ૮૦૮ માં હમીરગઢ વસાવ્યું. આ વંશના દેવડાઓએ ચંદ્રાવતી અને સિરોહીમાં રાજ્ય કર્યું હતું. મુસલમાની આક્રમણ વખતે હમીરગઢ તૂટયું
અને તે સ્થળે પાછળથી મીરપુર વસ્યું. - અહીં સં. ૧૫૭૩ માં આ૦ પાર્ધચંદ્રસૂરિ, જેમણે પાર્ધચંદ્રગચ્છ”ની સ્થાપના કરી છે તે જગ્યા હતા. સં. ૧૫૭૬ માં તપાગચ્છની કુતુબપુરા શાખાના આ સૌભાગ્યનંદિએ “મૌન એકાદશીની કથા” રચી હતી. સં. ૧૭૫૫માં આ જ્ઞાનવિમલસૂરિએ ચાર દેરાસરની યાત્રા કરી હતી.
અહીં આજે પણ ચાર દેરાસરે વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org