________________
૩૦૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૩ ના કલ્યાણકના વાર્ષિક ઉત્સવ માટે અમુક જારનું દાન કર્યું છે.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૭૦) ભેંયરાના દરવાજા ઉપર શિલાલેખ છે–
સં. ૧૨૬૮ ને માહ વદિ ૫ ને સોમવારે નડૂલના મહારાજા સંગ્રામસિહંના રાજ્યમાં શેઠ કર્મસિંહ વગેરેએ દાન કર્યું.
સાંડેરાવના દેરાસરમાં ડાબી બાજુએ એક સાપની આકૃતિ (મૂર્તિ) બનાવેલી છે અને ત્યાં ઘીને અખંડ દીવો પ્રજવલિત રહે છે.
સાંડેરાવમાં સંઘની શ્રી શાંતિનાથ જૈન પેઢી છે. તેમાં ૧૮૦ પુરાણા સિક્કાઓ છે, જેમાં ખરેષ્ટ્રી લિપિ અને વચ્ચે રાજાનું મહોરું છે, તથા પાછળ ૦૦૦ વગેરે છે. ડેર–
પાટણથી ૬ કેશ ક્રૂર સંડેર નામે ગામ છે. ત્યાં ગામની વચ્ચે એક મેટા પડથાલ ઉપર એક શિવ મંદિર અને એક દેવી મંદિર છે.
વનરાજ ચાવડાએ શેઠ નીનાના પુત્ર મંત્રી લહીરને આ ગામ ઈનામમાં આપ્યું હતું.
(જૂઓ, પ્ર. ૩૫, પૃ. ૧૭૯) મંત્રી લહીર વિંધ્યાચલની પહાડીમાંથી વિંધ્યવાસિની દેવીને અહીં લાવ્યા હતા અને તેને ધણુહાવી નામ આપી સ્થાપન કરી હતી. એ દેવી મંત્રી લહીર અને તેના વશ જેને પ્રસન્ન હતી. એવું કહેવાય છે કે, મંત્રી લહીર લડાઈ કરવા જતા ત્યારે આ દેવી કાળી ચકલી રૂપે તેના ભાલા ઉપર આવીને બેસતી અને મંત્રી લહીરને વિજય મળતે.
સંડેરના દેરાસરમાં મૂળનાયક ભ૦ ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિમા છે. તેની નીચે બીજા પરિકરમાંથી છૂટી પડી ગયેલી ગાદી બેસાડેલી છે. તેમાં એક લેખ છે, તેને સાર એ છે કે, સં૦ ૧૩૦૨ ના માહ સુદિ ૧૫ ને શુક્રવારે હારી જગચ્છના શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય આ૦ શ્રીગુણભદ્રના ઉપદેશથી પિતૃવ્ય નાગદેવી વગેરેની સમ્મતિથી તેના પુત્ર શ્રેમસિંહ શેઠ જયતાના શ્રેય માટે દેરો કરાવી, તેમાં ભ૦ મહા વીરની પ્રતિમા પધરાવી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org