________________
સાડત્રીસમું ] આ૦ દેવસૂરિ
૨૯૧ વગેરેના સંઘે ડુંગરપુરના રાવલ સેમદાસના મંત્રી સાલહા વગેરેએ ઘણી પ્રતિમાઓ ભરાવી હતી. (જૂઓ, પ્રક. ૫૩)
સં૦ સહસા તેમાંની પ્રતિમાઓ અહીં લાવ્યું અને ચૌમુખજીની બીજી ત્રણ ગાદીઓમાં વિરાજમાન કરાવી અને છૂટા છૂટા સ્થાનમાં પિતાની અંજનશલાકાવાળી પ્રતિમાઓ બેસાડી. મંત્રી સહસાએ સંઘભક્તિ કરી યાચકોને ખુશ કર્યા અને વિવિધ રીતે તીર્થપ્રભાવના કરી, જેમાં પાંચ લાખની રકમ વાપરી હતી.
સં. રત્નાના પુત્ર સં. સેના, તેને પુત્ર સં૦ આશા પણ આ યાત્રાસંઘમાં સાથે આવ્યો હતો. તેણે આ પ્રતિષ્ઠા–ઉત્સવને લાભ લીધો હતો.
ચૌમુખજીની ચાર પ્રતિમાઓ પિત્તલ-સેનાના મિશ્રણની બનેલી છે અને તેનું વજન ૧૪૪૪ મણ છે. દર્શકે તેને સાવ સેનાની બનેલી માને છે.
(–ગુરુગુણરત્નાકરકાવ્ય, સર્ગઃ ૩,
પ્રક. ૪પ, અચલગઢના શિલાલેખ) બાદશાહના દીવાનનું આ દેરાસર છે તેથી કે તેને “બાદશાહનું મંદિર” કહે છે. અહીં બીજી એવી પણ લોકવાયકા છે કે, મેવાડના રાણું કુંભાજીના દીવાને આ મંદિર બનાવેલું છે, અને રાણે પિતાના અચલગઢના રાજમહેલમાં બેસીને ચૌમુખજીના દર્શન કરતો હતો.
૧. રાણું કુંભાજી જૈનધર્મપ્રેમી હતા. તેને રાજ્યમાં ધરણા શાહ પોરવાલ થયો. તેનું ઘણું રાજાઓ માન-સન્માન કરતા હતા.
શેઠ ધરણુ શાહે શત્રુંજય વગેરે તીર્થોના મોટા યાત્રાસંઘ કાઢયા હતા. અજારી, પિંડવાડા, સાલેરા વગેરે સ્થાનમાં મંદિર બંધાવ્યાં હતાંઘણા જર્ણોદ્ધાર, પદસ્થાપનામાન્સ, દાનશાલાઓ, સંઘભક્તિ, તીર્થયાત્રા, દુષ્કાળ વગેરે ધર્મકાર્યોમાં મદદ કરી હતી. રાણું કુંભાએ વસાવેલા રાણકપુરમાં સં. ૧૪૯૬માં ત્રણ માળનું ચૌમુખજીનું ઐલદીપક મંદિર બનાવી, તેમાં આ સોમસુંદરસૂરિના વરદ હસ્તથી ભ૦ ઋષભદેવ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરની માંડણી અજોડ છે. તેમાં ૧૪૪૪ થાંભલાઓ છે. મુખ્ય મંડપના મોટા સ્તંભ કરણથી સુશોભિત છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org