________________
સાડત્રીશમું ] આ દેવસૂરિ
૨૮૯ પ્રતિમાઓ બેસાડી હતી. આ પ્રતિમાઓ સોનાવાળી હેવાથી કાળી પડતી નથી.
ત્યાર બાદ અમદાવાદના મહમુદ બેગડાના રાજા-પ્રજા માન્ય દીવાન સુંદર તથા તેના પુત્ર બીજા દીવાન ગદા ગૂર્જર શ્રીમાલીએ સં. ૧૫૧૫ માં મેટા યાત્રા સંઘ સાથે આવી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ભ૦ ઋષભદેવની ૧૦૮ મણ ધાતુની પ્રતિમા (૧૨૦ મણ પિત્તલની) બનાવી અને તેની સં૦ ૧૫૧૫ માં તપાગચ્છીય આ૦ લક્ષ્મીસાગરસૂરિ ના હાથે તે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. (જૂઓ, પ્રક. ૫૩)
મંત્રી ગદાના પુત્ર શ્રીરંગે પણ સં. ૧૫રપ માં અહીં ઘણી પ્રતિમાઓ ભરાવી, તે પછી અહીં સં. ૧૫૩૧ માં બંને ગેખલાની અને સં. ૧૫૪૭ સુધીમાં બીજી દેરીઓની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં કુલ ૨૦ દેરીઓ છે.
આ મંદિરમાં પિત્તલની પ્રતિમાઓ છે તેથી આ મંદિર “ પિત્તલહરમંદિર” અથવા “ભીમાશાહનું મંદિર ” કહેવાય છે.
પિત્તલહરમંદિરની બહાર મણિભદ્રવીરનું મંદિર છે, સુરીલેખ છે, સતીને પિળિયે છે અને સં૦ અસુને લેખ છે.
(–ઉપદેશતરંગિણી, અબ્દપ્રાચીન જેનલેખસંદેહ, લેખાંકઃ ૪૬૭) ૫. ચૌમુખનું મંદિર–
આ મંદિર ત્રણ માળનું છે. દરેક માળમાં ચૌમુખ પ્રતિમા વિરાજમાન છે. દરડાગેત્રના શા. મંડલિક ઓસવાલ તથા તેના પરિવારે સં. ૧૫૧૫ માં આ મંદિરમાં ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. એ સમયે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ હતા.
સંભવ છે કે, આ મંદિરના નિર્માણમાં વિમલવસહી અને લૂણવસહીમાંથી બચેલે માલસામાન વપરાયે હોય. શિલ્પીએ-સલાટે વગેરેએ કંઈક અવૈતનિક કામ કર્યું હશે, તેમાંના સ્તંભે બનાવ્યા હશે. આથી આ મંદિર “સલાવટને મંદિર” તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. બે-ત્રણ થાંભલામાં સલાટેનાં નામ કોતરેલાં મળે છે પણ એટલા ઉપરથી તેને સલાટેનું મંદિર કહી ન શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org